Ahmedabad/ સગાઈ તૂટતા સોશિયલ મીડિયા પર રચ્યું ષડયંત્ર, પણ આખરે થયો જેલ હવાલે

અમદાવાદમા સાયબરક્રાઈમના વધતા જતા ગુનાઓને નાથવા પોલીસે કમર કસી છે.

Ahmedabad Gujarat
PICTURE 4 152 સગાઈ તૂટતા સોશિયલ મીડિયા પર રચ્યું ષડયંત્ર, પણ આખરે થયો જેલ હવાલે

અમદાવાદમાં સાયબરક્રાઈમનાં વધતા જતા ગુનાઓને નાથવા પોલીસે કમર કસી છે. ત્યારે આરોપીએ બદલો લેવના ઈરાદે યુવતીઓને પરેશાન કરતા હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ સાયબર સેલ દ્વારા આરોપીને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં એક મહિલાએ સાયબર ક્રાઈમનાં અજાણ્યા વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર પોતાના જ ફોટા અલગ-અલગ આઈડી પર બનાવી મુક્યા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. જે અંગે યુવતીને પોતાના જ ફોટોવાળા આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મળતા ચોંકી ઉઠી હતી. અને સાયબર ક્રાઈમમાં હેરાનગતી કરતા શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કસ્ટડીમાં પહોંચી ચુકેલા આરોપી નું નામ રઘુવિર સિંહ ડોડિયા છે. મુળ દસક્રોઈનાં નાંદેજ વિસ્તારનો રહેવાશી રઘુવિર ડોડિયા યુવતી સાથે બદલો લેવાના ઈરાદે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયા પર યુવતીઓનાં ફોટા મુકતો. પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે તે યુવતી અને આરોપી વચ્ચે વર્ષ 2006 થી સબંધમાં હતો. અને લગ્ન પણ કરવાનો હતો. જો કે કોઈ કારણોસર લગ્ન કરવાનુ શક્ય ન બનતા આરોપી રઘુવિર ડોડિયાએ થોડા સમય બાદ યુવતી સાથે વાતચીત કરવા પ્રયત્ન પણ કરેલો હતો. પરંતુ યુવતીએ આરોપીને બ્લોક લિસ્ટમાં મુકી દેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને સબંધ દરમિયાનનાં યુવતી સાથેનાં ફોટો પ્રોફાઈલ પીકમાં પણ મુકતો. એટલુ જ નહિ યુવતી સાથે વાતચીત કરવા માટે અલગ-અલગ ખોટા આઈડી બનાવી વાતચીત કરવા પ્રયત્ન કરતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી રઘુવિર ડોડિયા માત્ર 10 ઘોરણ સુધી અભ્યાસ કરેલો છે. અને નાંદેજમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો.

Crime: પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ

Crime: ચૂંટણી પહેલા અમદાવાદમાં લાખોની નકલી નોટો ઘૂસાડવાનો કૌભાંડ, સરખેજ પોલીસે ઝડપ્યા બે શખ્સો

Crime: પતિ પત્નીને બેહોશ કરીને કરતો હતો એવું કામ કે તમને સાંભળીને આવશે પતિ ઉપર ગુસ્સો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ