Not Set/ દાહોદ : માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ સૈનિકની પત્નીને વહેલી તકે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

દાહોદ ખાતે માર્ગ અકસ્માતમાં, જમ્મુ કશ્મીર સરહદે ફરજ બજાવતાએક સૈનિકનું મોત થયું હતું. અને તેની વિમાની રકમ ચુક્વવાથી વીમા કંપની દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જેને લઈને પરિવારજનો દ્વારા કોર્ટ માં આ અંગેની ફરિયાદ દાખલ કરવાં, આવી હતી. મળતી વિગતો અનુસાર,  જમ્મુ કશ્મીર સરહદે ફરજ બજાવતા એક સૈનિકનું માર્ગ અકસ્માતમાં દાહોદ ખાતે મોત થયું હતું. […]

Top Stories Gujarat Others
દાહોદ 3 દાહોદ : માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ સૈનિકની પત્નીને વહેલી તકે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

દાહોદ ખાતે માર્ગ અકસ્માતમાં, જમ્મુ કશ્મીર સરહદે ફરજ બજાવતાએક સૈનિકનું મોત થયું હતું. અને તેની વિમાની રકમ ચુક્વવાથી વીમા કંપની દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જેને લઈને પરિવારજનો દ્વારા કોર્ટ માં આ અંગેની ફરિયાદ દાખલ કરવાં, આવી હતી.

મળતી વિગતો અનુસાર,  જમ્મુ કશ્મીર સરહદે ફરજ બજાવતા એક સૈનિકનું માર્ગ અકસ્માતમાં દાહોદ ખાતે મોત થયું હતું. તેની બાઇક ને ટ્રેક્ટર સાથે અકસ્માત થતાં સૈનિકનું મોત નીપજ્યું હતું.  અને તે કેસમાં વીમા કંપની દ્વારા વિમાની રકમ આપવા માટે આનાકાની કરવામાં આવી હતી. જેને લઈને મેટર કોર્ટમાં પહોંચી હતી. જ્યાં આ વિષય ઉપર દાહોદ કોર્ટમાં આ કેસ લોકઅદાલતમાં મુકાયો હતો.

જેમાં વીમા કંપની તરફથી વકીલ મુંડા અને અરજદાર તરફ વકીલ પરીખ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડી.ટી. સોની ની મધ્યસ્તા થી No loss No Win ની થિયરી ઉપર ચાલી સમાધાન કર્યું હતું. અને મૃતક સૈનિકની વિધવા પત્નીને  પેટે રૂપિયા 45 લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સોનીએ આ ચેક વહેલીમાં વહેલી તકે સૈનિક ની પત્ની મળે તે માટે આદેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.