ગુજરાત/ મોરબીમાં કાકાએ માસુમ ભત્રીજી સાથે શારીરિક છેડછાડ કર્યાના આક્ષેપ

ટંકારાના ગુલાબ પેટ્રોલ પંપ પાસ રહેતી સગીરાને તેના જ કાકાએ અશ્ર્લીલ કલીપ બતાવી તેવું કરવા કહી શારીરિક અડપલા કર્યા હતા

Gujarat
Untitled 87 2 મોરબીમાં કાકાએ માસુમ ભત્રીજી સાથે શારીરિક છેડછાડ કર્યાના આક્ષેપ

આપણાં રાજયમાં  દિવસેને દિવસે   બળાત્કારના  કેસો સામે આવી  રહયા છે  . ત્યારે એવો જ એક કિસ્સો સામે  આવ્યો છે જેમાં મોરબી પંથકના ટંકારામાં હ્રદયકંપાવી નાખતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટંકારાના ગુલાબ પેટ્રોલ પંપ પાસ રહેતી સગીરાને તેના જ કાકાએ અશ્ર્લીલ કલીપ બતાવી તેવું કરવા કહી શારીરિક અડપલા કર્યા હતા. જે સગીરાએ તેને કાકીને વાત કરતાં તેના કાકાએ સગીરાને ડામ આપતાં તેણીને ઇજા થતાં સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ  પણ વાંચો:PM કિસાન યોજના / PM મોદી નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ગુલાબ પેટ્રોલ પંપ પાસે રહેતી 13 વર્ષની સગીરાને મોરબીના સનાળા રોડ પર રહેતા કૌટુંબિક કાકા નરેશ બાબુ અને કાી કાજલ બાબુએ ઘર કામ મામલે માથાકુટ કર્યા બાદ શરીરે ડામ દેતા તેણીને ઇજા પહોંચી હતી જે સગીરાની બહેનને જાણ થતાં તેણીને સવારવાર અર્થે સિવીલ હોિ5સ્ટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ મોરબી પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમીક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાના અવસાન બાદ સગીરાની માતા કોઇ યુવાન સાથે ભાગી જતા સગીરા તેના કાકા-કાકી સાથે રહેતી હતી.

આ પણ વાંચો:અધ્યક્ષ / કોંગ્રેસને પૂર્ણકાલીન અધ્યક્ષ ક્યારે મળી શકે છે!જાણો વિગત

ત્યારે સગીરાની પરીણીત બહેને આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેના કાકા સગીરાને અશ્ર્લીલ કલીપ બતાવી તેવું કરવા માટે કહેતા હતા અને શારીરિક અડપલા કરતા હતા. જો સગીરા એવું ના કરે તો તેની સાથે મારકુટ કરતા અને શરીરે ડામ આવતા હતા. સગીરાની બહેને વધુમાં જણાવ્યું હતું કે, કાકાએ તેની બહેન પર દુષ્કર્મ સગીરાની બહેનની ફરીયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.