દિલ્હી,
દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં ફરી એકવાર લાગેલી આગ પીઆર કાબૂ મેલ્વ્બમાં આવ્યો છે. ફાયર સર્વિસે દાવો કર્યો છે કે દિલ્હી એમ્સમાં આગ કાબૂમાં છે. એનડીઆરએફની 2 ટીમોના 80 જવાનોને રાહત-બચાવકામમાં આવી હતી. તો ત્યાં જ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા.
Delhi Fire Service Director, Vipin Kental on fire at All India Institute of Medical Sciences (AIIMS) Delhi: Fire is completely under control. Cooling operation is underway, they'll continue for some more time, the staff will be here to monitor that. No casualty has been reported. pic.twitter.com/TFzvl80qQ2
— ANI (@ANI) August 17, 2019
આપને જણાવી દઈએ કે પાંચમા માળે ફરી એકવાર આગ ફાટી નીકળી હતી. એસીનું કમ્પ્રેસર ફાટવાના કારણે પાંચમા માળે આગ લાગતા જનરલ બોર્ડને ખાલી કરવામાં આવ્યો હતો. અને દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડાયા આવ્યા હતા. એમ્સથી ખસેડાયેલા દર્દીઓ માટે હેલ્પલાઈન નંબર 011-26593308 જારી કરવામાં આવી છે, ત્યારે જ આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન પણ એઈમ્સમાં હાજર છે, તેમનું કહેવું છે કે તેઓ આગની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
Delhi: A fire has broken out on first and second floor at All India Institute of Medical Sciences (AIIMS). Fire brigade present at the spot pic.twitter.com/KRd3oBpO4d
— ANI (@ANI) August 17, 2019
શુક્રવારે સાંજે પાંચ વાગ્યે શોર્ટ સર્કિટને કારણે પહેલા અને બીજા માળે આગ લાગી હતી. જેને 34 ફાયર એન્જિનની મદદથી ખૂબ હદ સુધી નિયંત્રિત કરવામાં આવી હતી, પરંતુ ધુમાડો સતત વધી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એસીનું કમ્પ્રેસર ફાટવાના કારણે પાંચમા માળે આગ લાગી હતી. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
એમ્સના ટીચિંગ બ્લોકમાં આગ લાગી હતી. ફાયર વિભાગના 34 વાહનો અને 150 જેટલા ફાયર કર્મચારીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. એમ્સનો ઇમરજન્સી વિભાગ સાવચેતી રૂપે બંધ કરાયો હતો અને સારી વાત એ છે કે બધા દર્દીઓ સલામત છે.
The fire in AIIMS building will be brought under control at the earliest.
Fire Service trying it's best to extinguish the fire.I appeal to everyone to maintain calm and allow the Fire Services personnel to do their work.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2019
દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર વિપિન કેંટલે જણાવ્યું હતું કે એમ્સના ટીચિંગ બ્લોકમાં ઓપીડી અને ન્યુરોલોજી બ્લોક પણ છે. ઓપીડી બ્લોકમાં વધુ દર્દીઓ નહોતા, પરંતુ તેને અડીને આવેલા બ્લોકમાંથી 13 દર્દીઓને રેસક્યુ કરવામાં આવ્યા હતા અને 7 દર્દીઓ પણ વેન્ટિલેટર પર હતા જેને ખસેડવામાં આવ્યા હતા. વેન્ટિલેશન શાફ્ટને કારણે આગ અંદરની તરફ ફેલાઈ ગઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરજન્સી લેબમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ આખી લેબમાં ફેલાઇ હતી. આ વોર્ડ ઇમરજન્સીની નજીક છે, જેના કારણે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ બંધ કરાયો હતો. આ વોર્ડના દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા હતા.
https://www.instagram.com/p/B1RAIsKBLsf/?utm_source=ig_embed
સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને ગંભીર હાલતમાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે આગની જગ્યાથી આશરે 500 મીટર દૂર બીજા બ્લોકમાં છે. રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને અન્ય વીવીઆઈપી આવ્યા છે અને ગયા છે.
નજીકના તમામ વોર્ડમાં હજારો દર્દીઓ છે, જેઓ દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
