દિલ્હીનાં સીએમ કેજરીવાલે કહ્યું કે, આજે મંગળવાર છે અને તે હનુમાનજીનો દિવસ છે, હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર, આવનારા પાંચ વર્ષમાં પણ ભગવાન અમારી સાથે રહેશે, અમને સૌને આશા છે કે દિલ્હી પરિવારનાં લોકો દિલ્હીને એક સારો અને સુંદર શહેર બનાવીશું. આજે મારી પત્નીનો જન્મદિવસ પણ છે, દિલ્હીની જનતાએ મોટી આશાઓ સાથે બેઠકો આપી છે, મારે આવતા પાંચ વર્ષ માટે વધુ કામ કરવું પડશે, હું એકલા નહીં કરી શકું, તમારા બધાનાં સહકારની જરૂર છે.
AAP chief Arvind Kejriwal: This is the day of Lord Hanuman who has blessed the people of Delhi. We pray that Hanuman Ji keeps showing the right path to us so that we continue to serve people for the next five years. #DelhiElectionResults pic.twitter.com/sXA2nA27uo
— ANI (@ANI) February 11, 2020
વધુમાં તેમણે કહ્યુ કે, ત્રીજી વખત તમે તમારા દિકરા ઉપર વિશ્વાસ કર્યો છે, આ તે દરેક પરિવારની જીત છે જેણે મને તેમનો દિકરો માન્યો અને સમર્થન કર્યું, આજે દિલ્હીની જનતાએ એક નવા પ્રકારનાં રાજકારણને જન્મ આપ્યો છે. દિલ્હીની જનતાએ કહ્યું છે કે, મત તેને જ જે ઘર ઘરમાં પાણી પુરુ પાડશે, રસ્તા બનાવશે, મોહલ્લા ક્લિનિક્સ બનાવીશું, આ રાજકારણ દેશને 21 મી સદીમાં લઈ જશે, આ જીત ભારતની જીત છે.
#WATCH Delhi: AAP chief Arvind Kejriwal at the party office says, "Dilli walon ghazab kar diya aap logon ne! I love you." #DelhiElectionResults pic.twitter.com/8LeW9fr4EL
— ANI (@ANI) February 11, 2020
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં કોણ રાજ કરશે, તે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં વલણો દ્વારા જાણવામાં મદદ મળી હતી. જોકે, પ્રારંભિક વલણોથી સ્પષ્ટ થઈ ગયું હતુ કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ શકે છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોની મત ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલુ થઇ ગઇ હતી. મતની ગણતરી શરૂ થતાં જ વલણો આવવા લાગ્યા હતા.
જેમ જેમ વલણો આવવાનું શરૂ થયા, તેમ તેમ ચિત્રો સ્પષ્ટ થવા માંડ્યા હતા. વલણો મુજબ દિલ્હીમાં આપ સરકારની રચના થઈ શકે તેમ શરૂઆતથી જ સ્પષ્ટ થઇ ગયુ હતુ. મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી સ્થળો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં 11 જિલ્લામાં કુલ 21 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મતગણતરી નિરીક્ષકો સહિત આશરે 2600 મતગણતરી સ્ટાફ મતગણતરીમાં જોડાયા છે. દરેક કેન્દ્રમાં મત ગણતરી માટે ઓછામાં ઓછા 500 સુરક્ષા કર્મચારીઓની જમાવટ છે. સીસીટીવી અને ચુસ્ત સુરક્ષા વ્યાવસ્થા વચ્ચે મતગણતરીનું કામ વિડિઓ કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન થયું હતું. દિલ્હીની ચૂંટણી માટે એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયેલી જોવા મળી હતી, પરંતુ આજે પરિણામ બહાર આવશે ત્યારે એક્ઝિટ પોલ કેટલું વાસ્તવિકતા હતું તે સામે આવી જશે. દિલ્હીની ચૂંટણી માટે 672 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
