Ahmedabad News/ અમદાવાદીઓ ઓનલાઈન જમવાનું મંગાવતા પહેલા ચેતજો !

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ મંગાવવાનો ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો. સાયન્સ સિટીમાં ઓનલાઈન ફૂડ પાર્સલ મંગાવ્યા બાદ એક યુવતીની તબિયત લથડી.

Top Stories Ahmedabad Gujarat Uncategorized

Ahmedabad News: અમદાવાદમાં ઓનલાઈન ફૂડ મંગાવવાનો ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો. સાયન્સ સિટીમાં ઓનલાઈન ફૂડ પાર્સલ મંગાવ્યા બાદ એક યુવતીની તબિયત લથડી. હોસ્પિટલમાં તબીબી તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી. યુવતીને તબિયત ખરાબ થવા પાછળ તબીબે ઓનલાઈન ફૂડ પાર્સલને જવાબદાર ઠેરવ્યું. તબીબનું કહેવું છે કે યુવતીએ જમવા માટે જે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું તે અયોગ્ય હતું.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સાયન્સ સિટીમાં IT કંપનીમાં નોકરી કરતી યુવતી સમયના અભાવે લંચ જઈ શકી નહી. આથી યુવતીના પતિએ લંચ માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું. તેમણે લંચમાં દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર અપાયો હતો. યુવતીએ મંગાવેલ લંચ લઈ રહી હતી. ત્યારે જમતા સમયે છાશ પીતા યુવતીને ગળા અને છાતીમાં બળતરા થવા લાગી. યુવતીને આ બળતરા સહન ના થતાં તે તાત્કાલિક હોસ્પિટલ પંહોચી. જયાં હોસ્પિટલના ડોક્ટરોએ યુવતની તબીબી તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે યુવતીએ જે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. કારણ કે યુવતીએ લંચ માટે મંગાવેલ ફૂડ પાર્સલમાં છાશ આવી હતી તે છાશ નહિ પરંતુ ફિનાઈલ હતું. ડોક્ટરોએ યુવતીને હકીકતથી માહિતગાર કરી હતી કે તેમણે જમતા સમયે છાશ પીધી હતી તે ફિનાઈલ હતું અને તેના કારણે જે તેમને બળતરા થતી હતી.

સાયન્સ સિટીમાં IT કંપનીમાં નોકરી કરતી યુવતીએ ફિનાઈલ પીધું હોવાનો ડોક્ટરોએ જણાવતાં ઓનલાઈન ફૂડ પાર્સલ સામે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ આ મામલાની તપાસ હાથ ધરતાં જે હોટલમાંથી ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું તે હોટલના કિચનના CCTV તપાસવાની તજવીજ હાથ ધરી. હાલમાં તપાસ ચાલતી હોવાની શહેરની કઈ હોટલની આ ઘટના છે તે જાહેર કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે ઓનલાઈન ફૂડથી તબિયત લથડવાનો આ પ્રથમ કિસ્સો નથી. આવા અનેક કિસ્સાઓ બન્યા છે. છતાં પણ આરોગ્ય તંત્ર આવા લોકો ઢીલું વલણ અપનાવે છે જ્યારે લોકો લાલચમાં અને દેખાદેખીમાં ઓનલાઈન ફૂડ પાર્સલ મંગાવતા રહે છે અને પોતાની તબિયતની સાથે પૈસાનું પણ નુકસાન ભોગવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું