Ahmedabad News/ અમદાવાદ શહેરમાં ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણની લાલચે વેપારીએ પડાવ્યા 1.75 કરોડ રૂપિયા

માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં ભાવેશ દરજીને સુરતના દિપેશ મકવાણા સાથે સંપર્ક થયો હતો. સુરતના વેપારી દિપેશ મકવાણાએ વેપારી ભાવેશને……..

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદ શહેરમાં નારણપુરામાં રહેતા દંપતીને ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળવાની લાલચ આપી વેપારી દિપેશ મકવાણાએ 1.75 કરોડ રૂપિયા પચાવી પાડ્યા હતા.  મકાન વેચાણના બાનાખત કરી રૂપિયા પડાવ્યા બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હોવાથી દંપતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં ભાવેશ દરજીને સુરતના દિપેશ મકવાણા સાથે સંપર્ક થયો હતો. સુરતના વેપારી દિપેશ મકવાણાએ વેપારી ભાવેશને ડ્રાયફ્રૂટનો ધંધો કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં પત્ની, સાસુ અને સાળાએ આણંદમાં મકાન વેચાણ આપવાનું નક્કી કરીને બાનાખત કરી આપીને દંપતી પાસેથી રૂપિયા પડાવ્યા બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. સુરતના વેપારીએ એમ ડી એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફ્રૂટનો ધંધો કરે છે, તેમનું ગોડાઉન કઠવાડા જીઆઈડીસીમાં આવેલું છે.  તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ તેમની સાથે ધંધો કરશે તો સારો નફો મળશે. જેથી ભાવેશ દરજીએ 20 જુલાઇ 2023 થી લઇને 1 જૂન 2024 સુધી 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.

એટલું જ નહીં, દિપેશના સાળા પાર્થ મિસ્ત્રી, સાસુ હંસાબેન મિસ્ત્રી એને દિપેશ મકવાણાની પત્ની નિકિતાએ શુભમ રેસીડેન્સીમાં મકાન વેચવાનું કહ્યું હતું, બાદમાં ભાવેશ દરજીની પત્ની દામિનીબેને રૂપિયા 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં ત્રણેય આરોપીએ દામિનીબેન પાસેથી 1.33 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, મકાનનો દસ્તાવેજ કર્યા છતા મકાનનો કબ્જો સોંપ્યો નહતો. ફ્રોડનો ભોગ બનતાં દંપતીએ EOWમાં ફરિયાદ કરતા વેપારીના સાસુ અને સાળાની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી વેપારી અને તેની પત્નીની ધરપકડ કરવા પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું