સાધુઓની કામલીલા બાદ ચર્ચનાં પાસ્ટર (પ્રિસ્ટ) વિરુદ્ધ પણ છેડતી અને સગીરાના ફોટા વાયરલ કરવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. જે અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચર્ચના પાસ્ટર ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે…
અમદાવાદના અમરાઈવાડી માં રહેતી એક સગીરાએ ચર્ચના પાસ્ટર સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે આ પાસ્ટર એ તેને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં વિડીયો કોલ પર વાત કરી કપડા ઉતરાવી ફોટો વિડીયો મેળવી લીધા હતા. જે ફોટા અને વિડીયો ગુલાબચંદ પાસ્ટરે વાયરલ કરતા સગીરાના કાકા પાસે પહોંચ્યા હતા. જે સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુલાબચંદ પાસ્ટર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
જો બનાવની વાત કરીએ તો અમરાઇવાડી માં રહેતી 16 વર્ષીય સગીરા ધો.11 માં અભ્યાસ કરે છે. તે ગયા વર્ષે 25 ડિસેમ્બરે પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ત્યાંના પાસ્ટર ગુલાબચંદ એ આ સગીરા સાથે વાતો કરી અને બાદમાં ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. સગીરાના પિતા ના ફોન પર ગુલાબચંદ ફોન કરતો હતો. ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો. આટલું જ નહીં જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહતો હતો. એકાદ વર્ષ બાદ આ બાબતની જાણ સગીરાના દૂરના કાકાને થઈ હતી. તેમણે સગીરાના પિતાને જાણ કરતા મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો અને બાદમાં ફરિયાદ નોંધાઈ હતી..
પોલીસે ગુલાબચંદ પાસ્ટર ની ધરપકડ કરી તેને મોબાઈલ અને વોટ્સએપ ચેટ કબ્જે કરી છે. જેના આધારે પોલીસ વધુ તપાસ કરશે.. પોલીસે આરોપી પાસ્ટરનો મોબાઇલ કબ્જે કરી એ વાતની તપાસ હાથ ધરી છે કે આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે આવુ કૃત્ય કર્યુ છે કે કેમ.. જોકે આવા પાખંડી પાસ્ટર અને સાધુ સંતોના સામે આવતા બનોવા બાદ ધર્મગુરુ પરથી લોકોનો ભરોષો ઉઠી રહ્યો છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
