Surat News/ ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ : રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાત આવશે, AAPને તોડવા કોંગ્રેસની તૈયારી

કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં AAPના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

Gujarat Surat

Surat News : ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે કોંગ્રેસની મિશન 2027ની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર વચ્ચે સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપવાની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓ આણંદમાં ગંભીરાબ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે, AAPના અનેક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ આ નેતાઓનું સ્વાગત કરવા અને ચૂંટણીમાં તેમને ઉમેદવારી આપવા પણ તૈયાર છે. AAPના નેતાઓને હવે સમજાયું છે કે આ પાર્ટીમાં તેમનું કોઈ ભવિષ્ય નથી અને જો તેમને રાજકારણ કરવું હોય તો કોંગ્રેસ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. હાલમાં જ કચ્છ, ગાંધીનગર અને અમદાવાદના AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, જે દર્શાવે છે કે આ ભંગાણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચેની આ રાજકીય ખેંચતાણ ખાસ કરીને લોકસભા અને વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. બારડોલી લોકસભા બેઠકનું ઉદાહરણ આપતા ચૌધરીએ જણાવ્યું કે, પરંપરાગત કોંગ્રેસ બેઠકો પર AAPને કારણે કોંગ્રેસના મત વહેંચાયા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

રાહુલ ગાંધીની મુલાકાતનો મુખ્ય હેતુ મિશન 2027ની તૈયારીઓ માટે જિલ્લા પ્રમુખોને તાલીમ આપવાનો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 10 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામમાં રાહુલ ગાંધી એક દિવસ માટે હાજર રહેશે અને તેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ સાથે જ પ્રથમવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એક સાથે કરવામાં આવશે, જે પાર્ટીને સ્થાનિક સ્તરે વધુ મજબૂત બનાવવાની રણનીતિનો ભાગ છે.

26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આણંદમાં પણ આવી જ શિબિરમાં ભાગ લીધો હતો, અગાઉ 2024 માં પણ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે, “ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું” આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને સખત ટક્કર આપવા માટે તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની આ વારંવારની મુલાકાતો અને કોંગ્રેસની AAPના નેતાઓને પોતાની તરફ ખેંચવાની રણનીતિ ગુજરાતના રાજકારણને વધુ રોચક બનાવશે તેવું લાગી રહ્યું છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત ખૂંટ આત્મહત્યા સગીરાનો ઘટસ્ફોટઃ જયરાજના દબાણથી અનિરુદ્ધ રાજદીપનું નામ લીધું

આ પણ વાંચો:રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ 28 સામે ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો:રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના વિવાદે વેગ પકડ્યો