Gujarat News/ ગુજરાતમાં વસતિ ગણતરી માટે ગેઝેટ જાહેર

ગુજરાતમાં વસતિ ગણતરી(Census)ને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Gujarat Others
ગુજરાતમાં આવનારી વસતિ ગણતરી(Census)ને લઈને મહત્વપૂર્ણ તૈયારી શરૂ થઈ ગઈ છે

Gujarat News : ગુજરાતમાં આવનારી વસતિ ગણતરી(Census)ને લઈને મહત્વપૂર્ણ તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વસતિ ગણતરી માટેનું ગેઝેટ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના આધારે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે.

આ કામગીરી અંતર્ગત 1 જૂનથી હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થશે, જેમાં રાજ્યના દરેક ઘરનો વિગતવાર રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. તે પહેલા 17 મેથી 31 મે દરમિયાન નાગરિકો માટે સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી લોકો પોતે જ પોતાની માહિતી ઓનલાઈન આપી શકશે.

આ વખતે ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. CMMS પોર્ટલ દ્વારા રિયલ-ટાઈમ ડેટા એન્ટ્રી થશે, જેના કારણે માહિતી વધુ ઝડપી અને ચોક્કસ રીતે એકત્રિત થઈ શકશે. ઉપરાંત, રાજ્યના દરેક ઘરને ડિજિટલ મેપ પર માર્ક કરવાની કામગીરી પણ હાથ ધરાશે, જેથી ભવિષ્યમાં આયોજન અને વિકાસ માટે સચોટ ડેટા ઉપલબ્ધ બને.

આ સમગ્ર પ્રક્રિયા દ્વારા ગુજરાતમાં વસતિ ગણતરીને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : CBDT એ નિયમોમાં કર્યા ફેરફાર, 2011ની વસતિ ગણતરીના આંકડાઓને આધારે ફેરફાર, પગારદાર કર્મીઓની ટેક હોમ સેલેરીમાં થશે વધારો, રહેઠાણની સુવિધા મેળવનારા કર્મીઓને થશે

આ પણ વાંચો :  ગુજરાતમાં OBCને 54% અનામતની માંગ તેજ, વસતિના પ્રમાણમાં અનામત માટે રજૂઆત

આ પણ વાંચો :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ