Not Set/ નલિયા દુષ્કર્મ મામલે એક વર્ષ બાદ બંધ બારણે લેવામાં આવી પીડિતાની જુબાની

કચ્છ, વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરી મહિનામાં સામે આવેલી નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ દુષ્કર્મની ચકચારી ઘટનામાં ભાજપના મોટા માથાઓ શામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ ઘટનાના એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ શુક્રવારે બંધ બારણે સુનાવણી થઇ હતી. આ કેસ સંવેદનશીલ હોવાથી બપોરે ૧ર […]

Top Stories Gujarat

કચ્છ,

વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરી મહિનામાં સામે આવેલી નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ દુષ્કર્મની ચકચારી ઘટનામાં ભાજપના મોટા માથાઓ શામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ ઘટનાના એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ શુક્રવારે બંધ બારણે સુનાવણી થઇ હતી.

આ કેસ સંવેદનશીલ હોવાથી બપોરે ૧ર વાગ્યાના અરસામાં પીડિતા કોર્ટ રૂમમાં હાજર થતાં જ ત્યાંના દ્વાર બંધ કરાયા હતા. સેસન્સ કોર્ટના જજ એલ. જી. ચુડાસમા સમક્ષ ફરિયાદી પીડિતા અને આરોપીઓ રજૂ થયા હતા જયારે સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી તેમજ ફરિયાદી અને આરોપી પક્ષના વકીલોની દલિલો સાથે સુનાવણીનો આરંભ થયો હતો.

ઉલ્લેખનિય છે કે, અબડાસા- નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની પીડિતાએ ર૦૧૭ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ભાજપના અમુક નેતાઓ સહિત ૧૦ આરોપી સામે ફરિયાદ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. પીડિતની ફરિયાદ અનુસાર આરોપી નલિયાના શાંતિલાલ સોલંકી, વિનોદ ઠક્કર ઉર્ફે બબા શેઠ, ભરત દરજી, વિપુલ ઠક્કર, ચેતન ઠક્કર, નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદ પારૂમલાણી, આદિપુરના વસંત ભાનુશાલી અને એક દિવ્યાંગ અજીત રામનાણી સામે ૧પમી ઓગસ્ટ ર૦૧પથી દોઢ વર્ષ દરમિયાન નલિયાના સફેદ બંગલા, ભુજ અને ગાંધીધામની હોટલ સહિતના સ્થળોએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ મુકાયો હતો.

જો કે ત્યાર બાદ પોલીસે ૯ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. જ્યારે વિપુલ ઠક્કર નામનો કોઈ આરોપી મળી ન આવતાં તેની ધરપકડ છેલ્લે સુધી બાકી રહી હતી. ભુજની અદાલતમાં લાંબા સમય બાદ પીડિતા અને આરોપીઓ આમને સામને હોવાથી સુનાવણી પર સૌની મીટ મીડાઈ હતી. આરોપીઓ પૈકી ગાંધીધામ અને નલિયાના અમુક આરોપી ભાજપના હોદ્દેદાર અને પદાધિકારી હોવાથી ન માત્ર ગુજરાત, પરંતુ દેશમાં પણ તેના રાજકીય પડઘા પડ્યા હતા.