Not Set/ વિશ્વની ૪૦ ટકા વસ્તી માટે કામ કરવું એ અમારી જવાબદારી, આ કારણે દુનિયાને સમસ્યાઓમાંથી છુટકારો મળશે : PM મોદી

હુબઈ, ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોચ્યા છે. ત્યારબાદ તેઓ હુબઈના પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા. આ પહેલા પ્રાંતીય સંગ્રહાલય પહોચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. #FLASH: Prime Minister Narendra Modi meets Chinese President Xi Jinping at Hubei Provincial Museum. […]

Top Stories World

હુબઈ,

ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોચ્યા છે. ત્યારબાદ તેઓ હુબઈના પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા. આ પહેલા પ્રાંતીય સંગ્રહાલય પહોચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

પ્રાંતીય સંગ્રહાલય ખાતે ઐતિહાસિક અને સાંસ્કૃતિક નિશાનીઓ ઉપસ્થિત કરવામાં આવી હતી.

બીજી બાજુ બંને રાષ્ટ્રપ્રમુખો વચ્ચે એક દ્વિપક્ષીય વાર્તા પણ શરુ થઇ ચુકી છે. આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન બંને દેશોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને તેઓ વચ્ચે ડોકલામ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

જો કે ત્યારબાદ શનિવારે બંને નેતાઓ તળાવના કિનારે ફરશે, બોટમાં યાત્રા કરશે તેમજ ભોજન પણ આરોગશે.

પ્રાંતીય સંગ્રહાલય પર પહોચ્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું, “બંને દેશો વચ્ચે આ રીતે ઔપચારિક મુલાકાત અને સમિટનું આયોજન કરવાની પરંપરા ચાલુ જ રહેવી જોઈએ. મને ખુશી થશે, જયારે ૨૦૧૯માં ભારત આ પ્રકારની કોઈ ઔપચારિક સમિટનું આયોજન કરશે”.

આ પ્રસંગે તેઓએ જણાવ્યું, “વિશ્વની ૪૦ ટકા વસ્તી માટે કામ કરવું એ અમારી જવાબદારી છે અને અનો અર્થ છે કે સફળતાપૂર્વક વિશ્વને અનેક સમસ્યાઓથી છુટકારો મળે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ વચ્ચે યોજાયેલી ડેલિગેશન લેવલની બેઠક દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ભારત તરફથી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ હાજર રહ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું, “ભારત અને ચીન વિશ્વ શાંતિ માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે અને બંને દેશો સાથે મળીને ચાલવા માટે પણ તૈયાર છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” ભારતીયો માટે ગર્વની બાબત છે અને હું ભારતનો પહેલો પ્રધાનમંત્રી છું જેની આગેવાની માટે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી શી ઝિનપિંગ બે-બે વાર રાજધાનીની બહાર આવ્યા છે. આ તેઓનું ભારત પ્રત્યેનો પ્રેમ અને સન્માન દર્શાવે છે.

આ યાત્રા બંને દેશોના સંબંધોને બનાવશે સ્થિર : PAL

પીપુલ્સ લિબરેશન આર્મી (પીએએલ) દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક બંને દેશોના સંબંધોને સ્થિર બનાવી શકે છે.

પીએમ મોદીની ચોથી ચીન યાત્રા

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ ચોથી ચીન યાત્રા છે. આ ઉપરાંત તેઓ આગામી ૯ અને ૧૦ જૂનના રોજ ક્વિંગદાઓ શહેરમાં આયોજિત થનારા SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન આવી શકે છે.