Gandhinagar News/ GSRTCમાં ડિજિટાઇઝેશન વધ્યું, કુલ પેમેન્ટમાં ડિજિટલ પેમેન્ટનો હિસ્સો વધીને 30 ટકા થયો

ગુજરાતમાં GSRTCની બસ સેવામાં પણ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. જ્યારથી સ્કેનિંગ કરી યુપીઆઈથી રૂપિયાની ચૂકવણી શરૂ થઈ છે ત્યારથી ડિજિટલ ટ્રાન્ઝેકશનની સંખ્યા કુલ વ્યવહારોમાં 30 ટકાએ પહોંચી ગઈ છે અને હવે તે 70 ટકાએ પહોંચાડવાનું લક્ષ્ય છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
GSRTCમાં ડિજિટલ પેમેન્ટમાં 30 ટકા વધારો

Gandhinagar News:  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે.

અમદાવાદનાં રહેવાસી રશ્મિન પટેલે તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા QR કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યુ.

GSRTCમાં ડિજિટલ પેમેન્ટમાં 30 ટકા વધારો

GSRTCની પ્રશંસનીય પહેલ

“GSRTCની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. મારા જેવા હજ્જારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે. તેમના માટે આ વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે,” રશ્મિન પટેલે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પ્રસંશા કરતા જણાવ્યું હતું.

રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. GSRTC હવે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ આધારિત ઓનલાઇન પેમેન્ટ સહિતના અનેક ડિજિટલ વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે. એટલુ જ નહીં.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં પ્રવાસ કરતા મુસાફરો વિવિધ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે. આ પહેલ સીએમ ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

GSRTCમાં ડિજિટલ પેમેન્ટમાં 30 ટકા વધારો
GSRTCમાં ડિજિટલ પેમેન્ટમાં 30 ટકા વધારો

એસટીના ડિજિટાઇઝેશન (Digitisation) પર ભાર

“સરેરાશ 27 લાખ મુસાફરો નિગમની બસોમાં પ્રવાસ કરે છે અને અંદાજે રોજ રૂ. 12 કરોડની આવક થાય છે. તેમાંની લગભગ 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. દૈનિક ડિજિટલ કલેક્શન છેલ્લા એક વર્ષમાં લગભગ રૂ. એક કરોડથી વધીને હાલમાં રૂ. બે કરોડથી વધુ થઈ ગયું છે અને સતત વધી રહ્યું છે. અમે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ પહેલ ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેનો ભાગ છે,” એમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ.

નિગમે વિદ્યાર્થીઓનાં પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે.  આગામી સમયમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધુ વધારવાનું  આયોજન હાથ ધર્યુ છે.

“આગામી મહિનાઓમાં અમે ડિજિટલ પેમેન્ટનો હિસ્સો 60થી 70 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવીશુ,”  એમ નિગમનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે GSRTCમાં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 85 ટકા હિસ્સો UPIનો છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાતભરમાં યુપીઆઇનો વ્યાપ કેટલો વધ્યો છે.


આ પણ વાંચો: મુખ્યમંત્રીએ GSRTC ડ્રાઇવર-હેલ્પરોને નિમણૂંકપત્ર આપ્યા

આ પણ વાંચો: GSRTCની મોટી પહેલ, હવે ST બસમાં પણ મળશે ‘સીટ પર જમવાનું

આ પણ વાંચો: GSRTC ની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત, ૭.૫ લાખ જેટલા મુસાફરોએ કર્યો ઉપયોગ