Banaskantha News/ બનાસકાંઠામાં ધાનેરા વહીવટદારના પાપે તરસ્યું

બનાસકાંઠામાં ધાનેરા નગર (Dhanera City) વહીવટદાર (Administrator)ના પાપે તરસ્યું રહી ગયુ છે. નર્મદા કેનાલની પાઇપ રિપેરિંગ કરતાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠામાં ધાનેરા નગર (Dhanera City) વહીવટદાર (Administrator)ના પાપે તરસ્યું રહી ગયુ છે. નર્મદા કેનાલની પાઇપ રિપેરિંગ કરતાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ભર ઉનાળે બે દિવસથી પાણી ન આવતા નગરજનો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોને ખાનગી ટેન્કરથી (Tanker) પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ધાનેરા પાલિકામાં પાણીના આઠ બોર પૈકી એક બોર જ કાર્યરત છે.

બનાસકાંઠા(Banaskantha) ના ધાનેરા (Dhanera)વાસીઓ ટેન્કરના હવાલે

બનાસકાંઠા (Banaskantha) માં આમ ચૂંટણી પછી પાણીની સમસ્યા સામે આવતા લોકોમાં આક્રોશ છે. લોકોએ 1500થી 2000ના ભાવે ટેન્કર મંગાવવાની ફરજ પડી છે. લોકોનું કહેવું છે કે બનાસકાઠાના ધાનેરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ પૂરો થવાના પગલે અહીં વહીવટદારનું શાસન હતુ. વહીવટદાર કામચલાઉ હોવાથી તેમનો શાસન પર જોઈએ તેવો અંકુશ હોતો નથી. તેના કારણે વહીવટીતંત્ર મનફાવે તેમ વર્તે છે.

આના કારણે નર્મદા કેનાલ(Narmada Canal) ની જે નિયમિત રીતે સફાઈ થવી જોઈએ તે થઈ નથી. તેથી હવે ભર ઉનાળે પાઇપ રિપેરિંગ કરવાના દહાડા આવ્યા છે. જો વહીવટદારે યોગ્ય રીતે રિપેરિંગ કરાવ્યુ હોત અને શિયાળામાં જ આ કામ પતાવી દીધુ હોત તો ભર ઉનાળે પાણીનો ત્રાસ વેઠવાનો આવ્યો ન હોત. ઉનાળામાં આમ પણ કામ ઝડપથી પૂરા થતાં નથી. તેના કારણે લોકોએ લાંબા સમય સુધી ત્રાસ વેઠવાનો આવે છે.

વહીવટદાર (Administrator) ના શાસનમાં સોથ વળ્યો

કોર્પોરેટરો હતા તે સમયે પણ કામો માંડ-માંડ થતા હતા ત્યારે કોઈ જ ન હોય અને ફક્ત વહીવટદાર હોય અને તેની કોઈ ખાસ જવાબદારી ન હોય ત્યારે કામો પૂરા કેવી રીતે કરવા તેની માર્ગદર્શિકા બનાવવાની તાતી જરૂરિયાત છે. ચૂંટાયેલી પાંખને જ તંત્ર માંડ-માંડ ગાંઠતું હોય તે તત્ર વહીવટદારને કઈ રીતે ગાઠે. પણ આ બધાના વાંકે તકલીફ પ્રજાને પડે છે. પ્રજાની સમસ્યાના વધારો થાય છે. લોકો હાલમાં ભરઉનાળે પાણી વગર રહ્યા છે તેની જવાબદારી કોણ વહીવટદાર લેશે, જરા પણ નહી. તે બધુ જ તંત્રના માથે ઢોળશે. જ્યારે તંત્ર કહેશે અમને યોગ્ય સૂચનાઓ મળી જ નથી. આમ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થશે, પરંતુ કામ લટકશે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ACBની મોટી કાર્યવાહી, તલાટી 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ’ ખાતે જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘બનાસ વિજ્યોત્સવ’ કાર્યક્રમ યોજાયો…

આ પણ વાંચો: બનાસકાંઠામાં ધણીયાણા દૂધ મંડળીમાં ચેરમેને મંત્રીને લાફા ઝીંક્યા, દ્રશ્યો CCTVમાં કેદ