Weird Jobs: સામાન્ય રીતે નોકરી (Job) મેળવવા માટે લોકો ડિગ્રી લે છે, ઈન્ટરવ્યુ આપે છે અને ઓફિસમાં 8-9 કલાક મહેનત કરે છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી નોકરીઓ છે જેમાં તમારે માત્ર સૂવાનું છે, રડવાનું છે અથવા કોઈને ભેટી પડવાનું છે. અને નવાઈની વાત એ છે કે આ કામ માટે કંપનીઓ લાખો રૂપિયાનો પગાર આપે છે. આજે આપણે એવી જ 5 વિચિત્ર નોકરીઓ (Weird Jobs) વિશે જાણીશું.
1.પ્રોફેશનલ સ્લીપર (Professional Sleeper Job)
આળસુ લોકો માટે આ ‘ડ્રીમ જોબ’ (Job) છે.
કામ શું?: ગાદલા બનાવતી કંપનીઓ કે લક્ઝરી હોટલો આવા લોકોને હાયર કરે છે. તેમનું કામ માત્ર ગાદલા (Mattress) પર સૂવાનું અને ચેક કરવાનું હોય છે કે તે કેટલું આરામદાયક છે.
પગાર: આ નોકરી (Job) માટે કંપનીઓ લાખોનું પેકેજ આપે છે, બસ શરત એ છે કે તમને ગમે ત્યાં અને ગમે ત્યારે ઊંઘ આવી જવી જોઈએ.
2.પ્રોફેશનલ મોર્નર (Professional Mourner – રડવાની નોકરી)
ભારતમાં રાજસ્થાનમાં ‘રૂદાલી’ પ્રથા જાણીતી છે, પણ વિદેશમાં આ એક પ્રોફેશન છે.
કામ શું?: જ્યારે કોઈનું મૃત્યુ થાય અને તેમની અંતિમ યાત્રામાં ઓછા લોકો હોય, ત્યારે આ પ્રોફેશનલ મોર્નર્સને બોલાવવામાં આવે છે. તેમનું કામ જોર-જોરથી રડવાનું અને શોકનું વાતાવરણ બનાવવાનું હોય છે.
પગાર: આંસુ પાડવાના બદલામાં તેમને તગડી ફી મળે છે.
3.પ્રોફેશનલ કડલર (Professional Cuddler – ભેટવાની નોકરી)
પશ્ચિમી દેશોમાં એકલતા (Loneliness) એક મોટી સમસ્યા છે.
કામ શું?: જે લોકો એકલા છે અથવા ડિપ્રેશનમાં છે, તેમને માત્ર હૂંફ આપવા માટે પ્રોફેશનલ કડલર્સ હોય છે. તેઓ અજાણી વ્યક્તિને ભેટીને (Hug) તેમને શાંતિનો અનુભવ કરાવે છે. આમાં કોઈ શારીરિક સંબંધ હોતો નથી, માત્ર ઈમોશનલ સપોર્ટ હોય છે.
4.પેટ ફૂડ ટેસ્ટર (Pet Food Taster)
આ નોકરી થોડી વિચિત્ર અને ગંદી લાગી શકે છે.
કામ શું?: કુતરા-બિલાડી માટે જે ખોરાક (Dog/Cat Food) બજારમાં આવે છે, તેને પહેલા માણસો દ્વારા ચાખવામાં આવે છે. તેમનું કામ એ જોવાનું છે કે તેનો સ્વાદ અને પોષક તત્વો બરાબર છે કે નહીં.
પગાર: આ કામ માટે પણ ઊંચો પગાર મળે છે કારણ કે દરેક વ્યક્તિ પ્રાણીઓનું ખાવાનું ચાખવા તૈયાર નથી થતા.
5.લાઈન સ્ટેન્ડર (Professional Line Stander)
જો તમને લાઈનમાં ઉભા રહેવાનો કંટાળો આવતો હોય, તો તમે આ લોકોને હાયર કરી શકો છો.
કામ શું?: નવા આઈફોનનું લોન્ચિંગ હોય કે કોઈ મોટો સેલ, અમીર (Job) લોકો પોતાની જગ્યાએ લાઈનમાં ઉભા રહેવા માટે માણસો રાખે છે. આ લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે અને બદલામાં કલાકના હિસાબે પૈસા લે છે.
દુનિયા વિચિત્ર છે અને અહીં લોકોની જરૂરિયાતો પણ વિચિત્ર છે. જો તમારી પાસે કોઈ ખાસ ડિગ્રી ન હોય તો પણ તમે આમાંથી કોઈ એક કામ કરીને કમાણી કરી શકો છો!
આ પણ વાંચો: માનવ શરીરનું એકમાત્ર હાડકું જે બીજા કોઈ હાડકાને અડતું નથી! શું તમે જાણો છો આ સવાલનો જવાબ?





