Aravalli News : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર જણા વતી રૂ.52,000ની લાંચ લેતા અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતનો ગ્રામસેવક નરેશ એસ.પટેલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ ચાર જણાની પ્રધાનમંત્રી આવાસ યોજના (પી.એમ.એ.વાય.) અંતર્ગત મકાન સહાય મંજુર થઈ હતી. જે બાબતે મકાન સહાયના કુલ-2 હપ્તા આ વ્યક્તિએના ખાતામાં જમા થયા હતા. જે પૈકી આરોપી ગ્રામસેવક(કરાર આધારિત) નરેશ પટેલે એક વ્યક્તિ પૈકી રૂ. 15,000 ની માગણી કરી હતી.
જે બાબતે આ વ્યક્તિઓએ ફરિયાદીને વાત કરતાં તેમની સંમતિથી ફરિયાદીએ આરોપી નરેશ પટેલ સાથે વાત કરતાં રકઝકના અંતે એક વ્યક્તિ પૈકી રૂ. 13,000 મળી કુલ4- સાહેદના રૂ. 52,000 ની લાંચની માગણી કરી હતી.આ વ્યક્તિઓ વતીથી ફરિયાદી લાંચની રકમ આરોપી નરેશ પટેલને આપવા માંગતો ન હતો. જેથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી. જેને આધારે ACBની ટીમે ગામ.કુણોલ તા.મેઘરજ જી.અરવલ્લી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા નરેશ પટેલ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ
