Not Set/  સોજીત્રા / રૂણજ પંચાયતમાં મહિલા સરપંચ, પરંતુ વહીવટ કર્તા પતિ, ભ્રષ્ટાચાર અંગે T.D.O /D.D.O ને લેખીતમાં અરજી

સોજીત્રા તાલુકાના રૂણજ ગામના પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે. જેની T.D.O /D.D.O ને લેખીતમાં અરજી કરવામાં આવી છે. રૂણજ ગામની ઈન્દીરા કોલોનીમાં પાણીની ટાકીની ટ્યુબવેલ પંપ, મોટરની પાઈપ રૂ. 4,90600 ના કામમાં ગેરરીતી થઈ હોવાનો  ગ્રામજનો દ્વારા ગામની પંચાયત પર આક્ષેપ કરવામાં આવ્યોછે. જ્યારે હાલપાણીની ટાંકીનુ કામપુર્ણ […]

Gujarat Others

સોજીત્રા તાલુકાના રૂણજ ગામના પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે. જેની T.D.O /D.D.O ને લેખીતમાં અરજી કરવામાં આવી છે.

રૂણજ ગામની ઈન્દીરા કોલોનીમાં પાણીની ટાકીની ટ્યુબવેલ પંપ, મોટરની પાઈપ રૂ. 4,90600 ના કામમાં ગેરરીતી થઈ હોવાનો  ગ્રામજનો દ્વારા ગામની પંચાયત પર આક્ષેપ કરવામાં આવ્યોછે. જ્યારે હાલપાણીની ટાંકીનુ કામપુર્ણ  થઈ ગયા પછી પણ હાલ ગ્રામજનો ને પાણી મળતું નથી.

ત્યારે હાલ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની  ટા઼ંકી બનાવામા આવી છે,  છતાં ગ્રામજનો પાણીથી વંચિત છે. ટાકીના કામમાં  ભ્રષ્ટાચાર થયો હોવાથી ગ્રામજનોને  પાણી મળતું નથી. અને હાલ ગ્રામજનો હેન્ડપંપથી પાણી  ભરવા મજબુર બન્યા છે . આજ ગામના એક નાગરીક અને સોજીત્રા તાલુકામાં પંચાયતના સભ્ય પ્રવીણભાઈ એ જણાવ્યું છે કે,  ગામમાં  મહીલા સંરપંચ છે. અને તેમના પતિ દ્વારા ગ્રામ પંચાયતના કામોનો વહીવટ કરે  છે.

જ્યારે ગ્રામજનો પણ કહી રહ્યા છે કે મહીલા સંરપંચના પતિ વલ્લભભાઈ વહીવટ કરે છે . ત્યારે પંચાયત ના બીજા કર્મચારીઓનો  હાથ આ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા હોઈ શકે છે. તેવુ ગ્રામજનો નુ કહેવું છે.  આ ભ્રષ્ટાચાર ની તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની  માગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.