સુપ્રીમ કોર્ટ દ્રારા #તેલંગાણા એન્કાઉન્ટર કેસ મામલે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમમાં આજે થયેલી સુનાવણી દરમિયાન SCએ આદેશ આપ્યો છે અને સ્પષ્ટ પણ જણાવ્યું છે કે, #તેલંગાણા એન્કાઉન્ટર કેસ મામલે તપાસ ત્રણ સભ્યોની ન્યાયિક સમિતી જ કરશે. સમિતીનું નેતૃત્વ SCનાં પૂર્વ જજ વી.એસ. એસસી કરશે અને કોર્ટ દ્વારા આગળનાં આદેશ આપવામાં ન આવે ત્યા સુઘી આ મામલે કોઈ અન્ય કોર્ટ અથવા ઓથોરિટી પણ પૂછપરછ કરશે નહીં.
આપને જણાવી દઇએ કે, # તેલંગણા એન્કાઉન્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ધ્યાનમાં લીધેલા મતંવ્ય બાદ અમારો મત એવો છે કે, તપાસ કમિશનની રચના કરવાની જરૂર છે. અને તપાસ છ મહિનામાં જ પૂર્ણ થાય.
Supreme Court orders a three member judicial inquiry into #TelanganaEncounter which is to be headed by former SC judge VS Sirpurkar. SC says no other court or authority shall inquire into this matter until further orders of this court. https://t.co/pnCRkqeWfZ
— ANI (@ANI) December 12, 2019
આપણ વાંચો : #તેલંગણાઃએનકાઉન્ટર/ SC દ્વારા તપાસ માટે પૂર્વ જજની નિમણૂક કરાશે
આપને જણાવી દઇએ કે, હૈદરાબાદમાં પશુચિકિત્સક ડોકટર સાથે સામુહિક બળાત્કાર બાદ તેણીને જીવતી સળગાવવાનાં મામલે ચાર આરોપીની ધરકપડ કરવામાં આવી હતી. ઘટનાનું રિક્નસ્ટ્રશન કરવા સમયે આરોપી દ્વારા પોલીસની રિવ્લવોર છીનવી ભાગવાની કોશિશ કરવા જતા પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીનાં મોત થયા હતા, તો #તેલંગણાઃએનકાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટરનાં વિરોધમાં – તેલંગણા પોલીસ વિરોધ યાચિકા દાખલ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરને પડકારવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
