Lifestyle: શું તમારા મોંમાંથી કે શ્વાસોશ્વાસમાંથી પણ વાસ આવે છે એવું તમને કે અન્યોને લાગે છે? મોઢામાંથી આવતી આ ખરાબ દુર્ગંધ (Bad Smell) થી તમે છૂટકારો મેળવવા માગો છો? ઉપાય હાથવગો છે, રસોડાના કેટલાક મસાલા (Kitchen Spices)થી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
શું તમને પણ એવું જ લાગે છે કે, કિચનમાં રાખેલા બધા જ મસાલા માત્ર અને માત્ર સ્વાદ (Taste) માટે જ હોય છે? તમારો જવાબ જો હા હોય તો, તમારે આ ગેરસમજણને સત્વરે દૂર કરવાની જરુર છે. જો તમે પણ બેડ બ્રેથ (Bad Breath)ની સમસ્યાના શિકાર છો તો તમારા માટે કિચનમાં રહેલાં કેટલાક મસાલા તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે. તો જાણીશું એને દૂર કરવાની કેટલીક ટિપ્સ (Tips) વિશે…

જાદુઇ મસાલા કરશે મોંને તરોતાજા
સૌપ્રથમ તો અજમો, વરિયાળી અને જીરાનો પાઉડર (Parsley, fennel and cumin powder) બનાવીને મિક્સ કરી લો. કિચનમાં રાખેલા આ ત્રણેય મસાલાનું મિશ્રણ કેવળ તમારા ભોજનનો સ્વાદ વધારે છે એટલું જ નહિં પરંતુ, મોંમાંથી આવતી દુર્ગંધને પણ ઘણા અંશે દૂર કરે છે. તમે આ મિશ્રણને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને (Store in a Airtight Container) પણ રાખી શકો છો. જમ્યા બાદ, આ પાઉડરને તમે થોડી માત્રામાં ગ્રહણ કરી શકો છો અને આ માઉથ ફ્રેશનરને ચાવતા વેંત, મોં અને શ્વાસ તરોતાજા થઇ જશે.

મસાલાની ચા પણ ફાયદાકારક
મોંમાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે આ 3 મસાલાના મિશ્રણને તમે શાક, દાળ કે પછી રાયતામાં પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત, તમે આ મસાલાને વાપરીને એની ચા પણ બનાવી શકો છો. ચોંકી ગયા? આ સ્પેશ્યિલ ચા બનાવવા માટે પ્રથમ એક પૅનમાં અજમો, વરિયાળી અને આખું જીરું કાઢી લો. આ જ પૅનમાં એક કપ પાણી ઉમેરીને એને મધ્યમ તાપે ઉકાળી લેવું. તમારી સ્પેશ્યલ ચા તૈયાર છે.

તમામ સમસ્યાઓમાં રાહત
આ મિશ્રણને ઉકાળો આવે પછી ગાળીને પી શકાય છે. એમાં તમે ઇચ્છો તો મધ (Honey) પણ મિક્સ કરી શકો છો. આ અજમા, વરિયાળી અને જીરાનું મિશ્રણ બેડ બ્રેથને દૂર કરવા ઉપરાંત, પેટ સંબંધી તકલીફો (Digestion Problems)ને પણ દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
અજમો, વરિયાળી અને જીરાનું મિશ્રણની ચાના સેવનથી શરદી અને ઉધરસ (Cough & Cold)ની સમસ્યામાં રાહત રહે છે.
આ ઉપરાંત, બ્લડ શુગર (Diabetes) અને કોલેસ્ટ્રૉલ પર નિયંત્રણ માટે આ મસાલા અત્યંત ઉપયોગી છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
આ પણ વાંચો:ખાલી પેટે કાચું લસણ ખાવાથી ઘણા બધા જબરદસ્ત ફાયદા થાય છે, મોંઘી દવાઓ પણ બિનઅસરકારક થશે
આ પણ વાંચો:મોટા આંતરડાના કેન્સરના 7 ખતરનાક સંકેતો, સમયસર કરો પરખ, નહિં તો વધશે જીવનું જોખમ!
