ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી છે. CSKના સૂત્રો કહે છે કે ઑપરેશન સારી રીતે થયું અને ભૂતપૂર્વ ભારતીય સુકાની સંપૂર્ણ રીતે ફિટ છે. રજા આપતા પહેલા તેઓ હજુ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહેશે.CSKના CEO કાસી વિશ્વનાથને Cricbuzz સાથે વાત કરતાં જણાવ્યું કે ગુરુવારે સવારે સર્જરી બાદ તેણે ધોની સાથે વાત કરી હતી. CSK અધિકારીએ પુષ્ટિ કરી, “મેં ઓપરેશન પછી તેની સાથે વાત કરી હતી. હું શસ્ત્રક્રિયા શું છે તે હું સમજાવી શકતો નથી, પરંતુ અમને કહેવામાં આવ્યું છે કે તે કી-હોલ સર્જરી છે. અમારી વાતચીતમાં ધોની સારો લાગ્યો.”
The pillar on which the pride stands! 🦁💪🏻#WhistlePodu #Yellove 💛 @msdhoni pic.twitter.com/Ke67bTS7Co
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2023
ક્રિકબઝના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડૉ દિનશા પારડીવાલાએ, જેમણે અગાઉ રિષભ પંતનું ઓપરેશન કર્યું હતું, તેણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ધોની (41)નું ઑપરેશન કર્યું હતું. ધોનીની પત્ની સાક્ષી હોસ્પિટલમાં તેની સાથે છે. ધોનીને 31 મે, બુધવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે CSK મેનેજમેન્ટે ધોનીની સારવારની દેખરેખ માટે મુંબઈમાં તેની ટીમ ડૉક્ટર ડૉ. મધુ થોટ્ટાપિલની નિમણૂક કરી છે. તેના સંપૂર્ણ સ્વસ્થ થવાનો ચોક્કસ સમય હજુ જાણી શકાયો નથી, પરંતુ અંદાજ છે કે ધોની લગભગ 2 મહિનામાં સ્વસ્થ થઈ જશે.

