સરકાર માટે સમય અત્યારે કપરો હોય તેવુ લાગી રહ્યુ છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ Pegasus Spyware જાસૂસી મામલે સરકારને સતત સવાલો કરી રહી છે, તો બીજી તરફ સંસદની બહાર આજે ખેડૂતો મોટી સંખ્યામાં આવીને પોતાની સંસદ ચલાવી રહ્યા છે અને સરકારને આડે હાથ લઇ રહ્યા છે.
ચીનમાં કુદરતી આફત! / લો બોલો!1,000 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા
આજે સંયુક્ત કિસાન મોરચામાં દેશભરમાંથી આશરે 40 ખેડૂત સંગઠનો સામેલ થયા છે. આવી સ્થિતિમાં, તેને ગ્રુપ તરીકે મંજૂરી આપવાને બદલે, વિવિધ સંગઠનોનાં સ્તરે આ પરવાનગી આપવામાં આવી છે. દરેક સંસ્થાનાં 5-5 સભ્યોને જંતર મંતર પર જવાની મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ બુધવારે મળેલી ત્રીજી રાઉન્ડની બેઠક બાદ 200 ખેડૂતને જંતર-મંતર ખાતે કિસાન સંસદ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં સંસદમાં મોનસૂન સત્ર ચાલી રહ્યુ છે. જેમા વિપક્ષ દ્વારા સરકાર પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનાં સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીનાં સાંસદોએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી પણ તેમાં જોડાયા હતા.
Delhi: Congress leader Rahul Gandhi staged a protest along with party MPs in front of Gandhi Statue, over three farm laws pic.twitter.com/8SEdgOkLWn
— ANI (@ANI) July 22, 2021
અરે.. બાપ રે…. / પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરની અજીબોગરીબ સ્થિતિ, એક હાથમાં ટુલકીટ તો બીજા હાથમાં લઇ જઈ રહ્યા છે હથિયાર
આપને જણાવી દઈએ કે, આજે ખેડૂત આંદોલનકારીઓ કૃષિ કાયદા વિરુદ્ધ જંતર મંતર પર ધરણા પર બેઠા છે, જ્યાં ખેડૂતો દ્વારા સંસદનું આયોજન કરવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે સંસદનું મોનસૂન સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી જંતર-મંતર ખાતે ખેડૂતો રહેશે.
Country has witnessed that these farm laws are beneficial & are in favour of farmers. We have had discussions about these laws. If they express their issues with the laws point-wise, we can discuss it: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/6Za25NwvUt
— ANI (@ANI) July 22, 2021
મોટા સમાચાર / સુપ્રીમ કોર્ટમાં કથિત Pegasus જાસૂસી મામલે અરજી દાખલ
પ્રદર્શનકારીઓ સાથે ઉપસ્થિત રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ફરી એકવાર પોલીસ દ્વારા બસોની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત જંતર-મંતર સુધી પહોંચવામાં મોડા થયા છે. અન્ય ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર તેમના વચનોથી પલટી રહી છે. અને ખેડૂતોનાં રસ્તામાં પરેશાન કરી રહી છે. ખેડૂતોનાં વિરોધ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, અમે ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ, અમે અગાઉ પણ વાતો કરતા રહ્યા છીએ. મોદી સરકાર ખેડૂત હિતેચ્છુ છે.
