Valsad News/ ઉમરગામમાં ત્રણ બાળકોના મોતથી ચકચાર

ત્રણેય બાળકોના મોત (Children Death)નું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે

Gujarat Others Breaking News
વલસાડ જિલ્લાના ઉમરગામ (Umargam)તાલુકામાં ત્રણ માસૂમ બાળકોના મોત (Children Death)ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે

Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ (Umargam)તાલુકામાં ત્રણ માસૂમ બાળકોના મોત (Children Death)ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ કેસમાં હવે પરિવારજનો વચ્ચેના વિવાદ અને પ્રેમ સંબંધના આક્ષેપો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.

મૃત બાળકોના પિતાએ પોતાની પત્ની સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે પત્નીએ જ ત્રણેય બાળકોની હત્યા કરી છે. પતિના જણાવ્યા મુજબ, મોબાઇલમાં મળેલી ચેટિંગને લઈને પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઝઘડા ચાલી રહ્યા હતા. આ દરમિયાન પ્રેમ સંબંધને લઈને પણ બંને વચ્ચે તણાવ વધ્યો હતો.

ઘટનાની જાણ થતાં સરીગામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ મોબાઇલ ડેટા અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પતિએ પોતાની પત્ની વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે કેસને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ત્રણેય બાળકોના મોત (Children Death)નું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

આ દુઃખદ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે શોક અને આક્રોશ ફેલાવ્યો છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર લાવવામાં આવશે.


આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ખસરાનો કહેર, 100 થી વધુ બાળકોના મોત, શું ભારતે પણ સાવધ રહેવાની જરૂર છે?

આ પણ વાંચો : પાવાગઢથી દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 3 માસૂમ બાળકોના મોત

આ પણ વાંચો : રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા 2 બાળકોના મોત