Arvalli news/ બાયડના માલપુરમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો, તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત

અરવલ્લીના માલપુર (Malpur) માં ધૂળેટીના દિવસે તળાવમાં ન્હાવા ગયેલા રાયચંદ અને જૈમિન નામના બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. આખું ગામ શોકમાં ગરકાવ.

Gujarat Top Stories Others
Aravalli Malpur Drowning Incident

Aravalli Malpur Drowning Incident: રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી આજે અરવલ્લી જિલ્લાના એક પરિવાર અને આખા ગામ માટે ગોઝારી સાબિત થઈ છે. માલપુર પંથકમાં તળાવમાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ધોરણ 5 અને 6 માં ભણતા આ ભૂલકાઓના અકાળે મોતથી તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો છે.

Malpur: બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત 

મળતી માહિતી મુજબ, અરવલ્લીના માલપુર વિસ્તારમાં ધૂળેટીની રજા હોવાથી બાળકો રમતા-રમતા તળાવ કિનારે પહોંચ્યા હતા. ગરમી હોવાથી બે બાળકો તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જોકે, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન રહેતા બંને બાળકો ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

મૃતક બાળકો કોણ હતા?

આ અત્યંત કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માસૂમ બાળકોની ઓળખ રાયચંદ ડામોર અને જૈમિન ડામોર તરીકે થઈ છે, જેઓ ધોરણ-5/6 માં અભ્યાસ કરતા હતા. આ બંને માસૂમ બાળકોના અકાળે અવસાનથી પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે

Aravalli Malpur Drowning Incident

મોડાસા ફાયર બ્રિગેડની કામગીરી

બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ તળાવના ઊંડા પાણીમાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાળકોના મૃતદેહ જોઈને હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે માલપુર CHC સેન્ટર ખાતે ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: કોડિનારમાં માતા સહિત બે બાળકીના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: સુરતમાં ધુળેટીનો આનંદ માતમમાં ફેરવાયો! કીમ નદીમાં ન્હાવા પડેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: અમદાવાદમાં નળ સરોવરમાં ડૂબી જવાથી યુવાનનું મોત, પરિવારમાં શોકનું મોજું