આંધ્રપ્રદેશનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ કેનાલોઓમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. અવિરત વરસાદને કારણે ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ થયા છે. કડપા જિલ્લામાં, મુશળધાર વરસાદનાં કારણે આવેલા પૂરમાં 13 લોકોનાં મોત થયા છે. અનંતપુરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત અને ચિત્તૂર જિલ્લામાં ચાર લોકોનાં મોત થયા હતા. ઘણા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ પણ વાંચો – મુલાકાત / મમતા બેનર્જી દિલ્હીની મુલાકાત લેશે, સંસદ સત્ર માટે વિપક્ષ સાથે રણનીતિ પર ચર્ચા કરશે
સમુદ્રને અડીને આવેલા ભારતનાં આંધ્રપ્રદેશ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે લોકો પૂર અને ભૂસ્ખલન સામે ઝઝૂમી રહ્યા છે. અહીં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. સેંકડો લોકો ગુમ થયા છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રાયલસીમા વિસ્તાર વરસાદ અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ સાથે જ રાજ્યનાં ચિત્તૂર, કુરનૂલ અને અનંતપુર જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારથી અહીં વરસાદ રોકાયો નથી અને ચેયુરુ નદીમાં ઉછાળો આવ્યો છે. અન્નમય સિંચાઈ યોજનાને પણ અસર થઈ છે. એક પ્રશાસનિક અધિકારીએ જણાવ્યું કે સતત વરસાદને પગલે આવેલા પૂરમાં 100થી વધુ લોકો તણાઈ ગયા હોવાના અહેવાલ છે. વળી, શહેરનાં તિરુપતિ-મંદિરનું દ્રશ્ય પણ ચિંતાજનક છે, જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ ભીષણ પૂરમાં ફસાયેલા છે. મુશ્કેલી વધી જતાં ઘાટ રોડ અને તિરુમાલા હિલ્સ જ્યાં મંદિર છે તે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તિરુપતિની બહાર સ્થિત સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું છે અને જળાશયો છલકાઈ ગયા છે. પૂરમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો – Thane-based businessman / ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે : સિંધિયા
રાજ્ય પરિવહનની ત્રણ બસો એક જગ્યાએ ફસાઈ ગઈ હતી, જ્યાં 12 લોકોને બચાવી શકાયા નથી. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને સંભાળવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂરને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થયું છે અને રેલ, રોડ અને એર ટ્રાફિકને અસર થઈ છે. હવે અહીંનું કડપ્પા એરપોર્ટ 25 નવેમ્બર સુધી બંધ રહેશે.
