રાજ્યનાં વાતાવરણ અચાનક પલટો આવ્યો છે, આ સમયે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોવુ જોઇએ ત્યારે તેમા ઘટાડો થયો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઇ કાલે એટલે કે શનિવારે શહેરમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો – Gandhinagar / ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં જ્યા ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઠંડીની સીઝનમાં જાણે ગરમીનો અહેસાસ થતો હોય તેમ લાગી રહ્યુ છે. જો કે અમદાવાદમાં રવિવારે સવારે ઠંડીનો અહેસાસ થયો છે. આ ઠંડીની મજા માંણવા લોકો સવારે મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગનાં શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23.0 ડિગ્રી નોંધાયુ છે, ત્યારે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં પણ 23.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. વળી સુરતમાં લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી, રંગીલા રાજકોટમાં પણ 23.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સામે આવી રહ્યુ છે. જો કે આ મામલે નલિયામાં તાપમાન નીચુ જોવા મળ્યુ છે. અહી લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયુ છે. વળી આપને જણાવી દઇએ કે, સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરતનાં અનેક જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવતા હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતા જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના દેખાઇ રહી નથી.
આ પણ વાંચો – રાજકોટ / આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો , નોટિસ પણ ફટકારી
અમદાવાદમાં રિવરફ્રન્ટ સાઇટ પર આજે સવારે મોટી સંખ્યામાં લોકો ઠંડીની મજા માંણતા જોવા મળ્યા હતા. શનિવારે ઠંડીમાં આંશિક ઘટાડા બાદ આજે સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકો જોવા મળ્યા છે. રિવરફ્રન્ટ સાઇટ પર ઘણા યુવા સાયકલિંગ કરતા પણ જોવા મળ્યા હતા. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, સવારની ઠંડીની મજા માણવા માટે તેઓ અહી આવ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
