Gandhinagar News/ ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 980 કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરાઈ

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું “મોદી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે” મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર કુદરતી આફતોના સમયે પણ ખેડૂતોની પડખે ઊભી રહી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના ટાઉન હૉલ ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 21મા હપ્તાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના 49 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા રૂ. 980 કરોડથી વધુની સહાય એક જ ક્લિકમાં જમા કરવામાં આવી હતી. દેશભરમાં આજે લગભગ 9.5 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹20,000 કરોડથી વધુની રકમ વિતરિત કરવામાં આવી છે.

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું “મોદી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે” મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) સરકાર કુદરતી આફતોના સમયે પણ ખેડૂતોની પડખે ઊભી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્યની ‘ડબલ એન્જિન’ સરકારે ઝડપથી મદદ પહોંચાડી છે. આ જ કારણે રાજ્યમાં વિશાળ કૃષિ પેકેજની જાહેરાત અને અમલ શક્ય બન્યો છે.

”તેમણે વધુમાં જણાવ્યું કે,“આજનો સમય પ્રાકૃતિક કૃષિનો છે. રસાયણમુક્ત ખેતી અને સજીવ ખેતીને ખેડૂતો (Farmers) પ્રાધાન્ય આપે એ જ સમયની સૌથી મોટી માંગ છે.ગુજરાત સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.”ગુજરાતના ખેડૂતોને દેશમાં સૌથી વધુ દિવસનો વીજ પુરવઠોમુખ્યમંત્રીએ ગુજરાતની કૃષિ વીજળી નીતિની પ્રશંસા કરતાં કહ્યું,ગુજરાતમાં 98 ટકાથી વધુ ખેડૂતોને દિવસે 8 કલાક સતત વીજ પુરવઠો મળે છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ સમય વીજળી મળે છે, જેનું સીધું પરિણામ ખેતીની ઉત્પાદકતામાં વધારો અને ખેડૂતોની સમૃદ્ધિમાં જોવા મળે છે.

આત્મનિર્ભર ભારત માટે સૌ સ્વદેશી અપનાવીએ”કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને યાદ કરતાં કહ્યું,“આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે સૌ સ્વદેશી અપનાવીએ. ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિ સુધી દરેકે સ્વદેશીનો સંકલ્પ લેવો જરૂરી છે.”આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.PM-કિસાન યોજના હેઠળ દર ચાર મહિને ₹2,000ના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક ₹6,000ની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. ૨૦૧૯થી અત્યાર સુધી ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ ₹20,000 કરોડથી વધુની સહાય મળી ચૂકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ યોજાઈ…

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક…

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…