Food Recipe/ સાંજના નાસ્તામાં બનાવો દહીં પનીર સેન્ડવિચ…પ્રોટિન તથા પ્રોબાયોટિક્સથી ભરપૂર રેસિપી…

ટૅસ્ટી…હૅલ્ધી ક્રીમી દહીં પનીર સેન્ડવીચ…જેને તમે તમારી મનપસંદ ચટણી અથવા ડિપની સાથે ખાઈ શકો છો. બાળકોની આ Dahi-Paneer Sandwich ફેવરિટ બની જશે!

Trending Food Lifestyle
Dahi-Paneer Sandwich...નાના-મોટા સૌની મનપસંદ વાનગી!

Food Recipe: સાંજના સમયે અથવા ડિનર (Dinner)માં તમને ભૂખ લાગી હોય તો કંઇક આચર-કુચર ખાવાના બદલે તમે આ હૅલ્ધી ડિશ ખાઈ શકો છો અને એ છે દહીં-પનીર સેન્ડવીચ (Dahi-Paneer Sandwich)…

પનીર આપણા શરીરને પ્રોટીન (Protein) પૂરું પાડે છે જ્યારે દહીંમાં પ્રોબાયોટિક્સ (Probiotics) સામેલ હોય છે જે પાચનતંત્ર (Digestion) માટે ફાયદાકારક માનવામાં આવે છે. વિશેષ બાબત તો એ છે કે આટલી હૅલ્ધી હોવા છતાં એ એટલી તો સ્વાદિષ્ટ બનશે કે તમારા ઘરના બધા જ સભ્યોને ભાવશે. તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ, દહીં-પનીર સેન્ડવીચ બનાવવાની સરળ રેસિપી…

શી રીતે બનાવશો દહીં-પનીર સેન્ડવીચ? (Dahi-Paneer Sandwich Recipe)

આ વાનગી (Dahi-Paneer Sandwich) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

દહીં-પનીર સેન્ડવીચ માટેની સામગ્રી

સામગ્રી

100 ગ્રામ પનીર

અડધો કપ હન્ગ કર્ડ

1 ડુંગળી

1 ટમેટું

લીલા ધાણાની ચટણી

1 મોટો ચમચો સેઝવાન ચટણી

1 મોટો ચમચો ટોમેટો કેચઅપ

થોડી તાજી કોથમીર

2 ચમચી ચિલી ફ્લેક્સ

2 ચમચી ઓરેગાનો

બ્રેડ સ્લાઈઝ જરુર મુજબ

મીઠું સ્વાદાનુસાર

બટર જરુર મુજબ

દહીં-પનીર સેન્ડવીચ

બનાવવાની વિધિ

1. ક્રીમી દહીં પનીર સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં હન્ગ કર્ડ (બાંધેલું દહીં, Hung Curd), મૅશ કરેલું પનીર, બારીક સમારેલા ડુંગળી, ટમેટું, કોથમીર ઉમેરો. આ ઉપરાંત તમે તમારી મનપસંદ શાકભાજી (Vegetables) પણ ઉમેરી શકો છો.

2. આ મિશ્રણમાં મીઠું ઉમેરો અને મિશ્રણને સારી રીતે હલાવી લો.

3. હવે બ્રેડ સ્લાઇઝ લઇને એના પર લીલી ચટણી (Green Chutney) લગાવો. ત્યાર બાદ સેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ (Schezwan Chutney & Tomato Ketch Up) પણ લગાવી દો.

4. ઉપર દહીં-પનીરની ફિલિંગ સારી રીતે સ્પ્રેડ કરી દો. એના પર ટેસ્ટ અનુસાર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો (Chili flakes and Oregano) ભભરાવો.

5. ઉપર એક અન્ય બ્રેડ સ્લાઈઝ ઢાંકી દઈને સેન્ડવીચ રેડી કરો અને એને પ્રિહીટ કરેલા ગ્રિલરમાં બટર લગાવીને ગ્રિલ કરી લો.

6. સેન્ડવીચ બંને તરફ સોનેરી કુરકુરી થાય ત્યાં સુધી શેકી લેવી. પછી એને કટરની મદદથી ત્રિકોણ શૅપમાં કાપી લેવી.

તો તૈયાર છે તમારી ટૅસ્ટી…હૅલ્ધી ક્રીમી દહીં પનીર સેન્ડવીચ (Dahi-Paneer Sandwich)…જેને તમે તમારી મનપસંદ ચટણી અથવા ડિપની સાથે ખાઈ શકો છો. બાળકોની તો આ સેન્ડવીચ ફેવરિટ (Kids Favourite) બની જશે!


આ પણ વાંચો: વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…

આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!