Not Set/ પતંજલિના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણ, નિરંજન અખાડાના મહામંડલેશ્વર બની શકે છે

અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ આજે ​​યોગ ગુરુ સ્વામી રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના ખબર અંતર પૂછવા માટે કનખલ સ્થિત દિવ્ય યોગ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ આશરે 15 મિનિટ સુધી આચાર્ય બાલકૃષ્ણ સાથે રહ્યા હતા. તેમણે આચાર્ય બાલકૃષ્ણને શતાયુ બને તેવી શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આચાર્ય બાલકૃષ્ણ આયુર્વેદના સારા જાણકાર […]

Top Stories India

અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ આજે ​​યોગ ગુરુ સ્વામી રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના ખબર અંતર પૂછવા માટે કનખલ સ્થિત દિવ્ય યોગ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ આશરે 15 મિનિટ સુધી આચાર્ય બાલકૃષ્ણ સાથે રહ્યા હતા. તેમણે આચાર્ય બાલકૃષ્ણને શતાયુ બને તેવી શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આચાર્ય બાલકૃષ્ણ આયુર્વેદના સારા જાણકાર છે.

આ સમય દરમિયાન તેમણે આચાર્ય બાલકૃષ્ણને નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર તરીકે પ્રસ્થાપિત થવા પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ દરખાસ્ત પર ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેનો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

શુક્રવારે પત્રકારો સાથે વાત કરતાં મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે કાશ્મીરનો સર્વાંગી વિકાસ થશે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ અને 35A એ દૂર કરવીએ  રાષ્ટ્રવાદી પગલું છે. તેમણે આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની પ્રશંસા કરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.