USA News/ અમેરિકામાં ટેકઓફ સાથે જ વિમાન આગની લપેટોમાં, 8 મુસાફરોના મોતની આશંકા

Plane માં કુલ 8 લોકો સવાર હતા, જેમાં તમામના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

Top Stories World
Plane

Usa News : અમેરિકાના મેન રાજ્યમાં રવિવાર સાંજે એક ભીષણ વિમાન (Plane) દુર્ઘટના સર્જાઈ છે. બેંગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એક પ્રાઈવેટ જેટ વિમાન (Plane)અચાનક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું અને થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ ગયું. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 7:45 વાગ્યે થયો હતો.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. વિમાન (Plane) માં કુલ 8 લોકો સવાર હતા, જેમાં તમામના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી સત્તાવાર રીતે જાનહાનિ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 જેટમાં ભીષણ આગ

દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટ્વિન-એન્જિન ટર્બો-ફેન જેટ ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 600’ હોવાનું જાણવા મળ્યું છે. ટેકઓફ કર્યા બાદ થોડા જ સમયગાળામાં વિમાન(Plane) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રેશ બાદ આગની લપેટો એટલી ભયાનક હતી કે ઘટના સ્થળથી દૂર સુધી ધુમાડો અને આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

બરફવર્ષા વચ્ચે થયો અકસ્માત

અકસ્માત સમયે એરપોર્ટ વિસ્તારમાં હળવી બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી. સમગ્ર મેન રાજ્ય, જેમાં બેંગર શહેરનો પણ સમાવેશ થાય છે, તે સમયે ‘વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ’ હેઠળ હતું. જોકે, સત્તાવાળાઓએ હાલ પૂરતું સ્પષ્ટ કર્યું નથી કે દુર્ઘટનાનું કારણ હવામાન હતું કે કોઈ ટેકનિકલ ખામી.

Plane હ્યુસ્ટનની લો ફર્મના નામે નોંધાયેલું હતું

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રાઈવેટ જેટ ટેક્સાસથી મેન પહોંચ્યું હતું. FAAના રજિસ્ટ્રેશન રેકોર્ડ અનુસાર, વિમાન હ્યુસ્ટન સ્થિત ‘અર્નોલ્ડ એન્ડ ઇટકિન’ પર્સનલ ઇન્જરી લો ફર્મના નામે નોંધાયેલું હતું. આ વિમાન એપ્રિલ 2020માં સેવામાં આવ્યું હતું અને તે માત્ર છ વર્ષ જૂનું હતું.

NTSB અને FAA દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ

FAAએ જણાવ્યું છે કે આ દુર્ઘટનાની વિસ્તૃત તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે મળીને કરવામાં આવશે. તપાસ દરમિયાન ટેકઓફ સમયે કોઈ ટેકનિકલ ખામી, એન્જિન ફેલ્યોર અથવા અન્ય કારણો જવાબદાર હતા કે નહીં તે જાણવા પ્રયાસ કરવામાં આવશે.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મુસાફરોની ઓળખ અને ચોક્કસ જાનહાનિના આંકડા અંગે સ્પષ્ટતા થવાની સંભાવના ઓછી છે.


આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં નવો વળાંક: કાર્તિ ચિદમ્બરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસની માંગ

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે

આ પણ વાંચો : યુએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું ,ગાઢ કાળા ધુમાડાના ગોટા ફૂટી નીકળ્યા,4 લોકોના મોત, 11 ઘાયલ