Anand News/ આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતી સાથે પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો

Anandના આંકલાવમાં શારીરિક અસક્ષમ ૨૧ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવક અજય પઢિયારે દુષ્કર્મ આચર્યું. યુવતી ગર્ભવતી બની જતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others
Anand Crime News

Anand Crime News: ગુજરાતમાં માસૂમ અને લાચાર યુવતીઓ સુરક્ષિત નથી તેવી વધુ એક ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી સામે આવી છે. અહીં એક પરિણીત યુવકે 21 વર્ષીય શારીરિક રીતે અસક્ષમ (દિવ્યાંગ) યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પાપના કારણે યુવતી ગર્ભવતી બની જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Anand : મીઠી વાતો કરીને જાળમાં ફસાવી

ઘટનાની વિગત મુજબ, આંકલાવ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અજય પઢિયાર નામના પરિણીત યુવકે પાડોશમાં રહેતી 21 વર્ષની દિવ્યાંગ યુવતી પર દાનત બગાડી હતી. યુવતી શારીરિક રીતે અસક્ષમ હોવાથી આરોપીએ તેનો લાભ લેવાનું નક્કી કર્યું હતું. અજય પોતે પરિણીત હોવા છતાં યુવતીને મીઠી-મીઠી વાતોમાં ભોળવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

4 મહિના પહેલા આચર્યું પાપ

આશરે સાડા ચાર મહિના પહેલા આરોપી અજયે યુવતીને એકાંતમાં બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી ડરી ગઈ હોવાથી તેણે આ વાત કોઈને કરી નહોતી. પરંતુ જ્યારે યુવતીના શરીરમાં ફેરફારો દેખાવા લાગ્યા, ત્યારે પરિવારજનોને શંકા ગઈ હતી.

પરિવારે પૂછપરછ કરતા આપવીતી જણાવી

યુવતી ગર્ભવતી હોવાનું માલૂમ પડતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે દીકરીની પ્રેમથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે અજય પઢિયાર દ્વારા આચરવામાં આવેલા અત્યાચારની પૂરી વિગત જણાવી હતી. આ સાંભળી રોષે ભરાયેલા પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.


આ પણ વાંચો: આણંદના ઉમરેઠમાં સગીરા પર દુષ્કર્મ: પોક્સો હેઠળ ગુનો, આરોપી ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર મેનની દીકરી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં ખાખી શર્મસાર! રાંદેરમાં હોમગાર્ડે પરિણીતા સાથે દુષ્કર્મ આચરી લાખોની લૂંટ ચલાવી