બાગપત,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યાં બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા બાગપત પહોંચ્યા હતા. દેશના સૌથી હાઈટેક મનાતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેને રાષ્ટ્રને કર્યો સમર્પિત કર્યો હતો અને આ દરમિયાન એક જાહેરસભાને પણ સંબોધી હતી.
બાગપત ખાતે જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલ્યો હતો. તેઓએ વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લેતા કહ્યું, “આ લોકોને ક્યારેય પણ લોકતંત્ર પર વિશ્વાસ રહ્યો નથી, છેલ્લા ચાર વર્ષમાં આ અમને વારંવાર જોવા મળ્યું છે”.
#WATCH PM Modi address a public rally in UP's Bagpat https://t.co/3mo97GEPcV #EasternPeripheralExpressway pic.twitter.com/N3XRFAMTtG
— ANI (@ANI) May 27, 2018
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોદીને ઘેરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે રવિવારે તેઓએ બાગપતથી પલટવાર કર્યો હતો હતો અને સાથે સાથે આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણી માટે સંદેશો પણ આપી દીધો હતો.
આ ઉપરાંત યુપીની કૈરાના લોકસભા સીટ પર યોજાનારી પેટા-ચુંટણી પહેલા તેઓએ પોતાનો મોટો દાવ રમ્યો છે. જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ આ ક્ષેત્રના શેરડીના ખેડૂતોના મુદ્દે અને પણ કહ્યું હતું અને ખેડૂતોને આર્થિક મદદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું,
મોદીના વિરોધમાં આ લોકો દેશનો વિરોધ કરશે એવુ મેં ક્યારેય વિચાર્યું ન હતું. તમે જોઈ શકો છો કે, આ બાજુ કોણ છે અને બીજી બાજુ કોણ છે. તેમના માટે તેમનો પરિવાર જ દેશ છે, પરંતુ મારા માટે મારો દેશ જ મારો પરિવાર છે. દેશના સવા સો કરોડ લોકો મારા પરિવારના સભ્યો છે.
Ek parivar ki puja karne waale kabhi loktantra ki puja nahi kar sakte. Yeh log surgical strike karne waali desh ki sena ke saahas ko bhi nakaarte hain. Jab international agencies, Hindustan ki taareef karti hain toh yeh unke peeche bhi danda lekar daud padte hain:PM Narendra Modi pic.twitter.com/sYfKOScHOp
— ANI (@ANI) May 27, 2018
માત્ર એક પરિવારની પૂજા કરવાવાળા ક્યારેય પણ લોકતંત્રની પૂજાની કરી શકતા નથી. આ લોકો સર્જિકલ સ્ટ્રાઈક કરવાવાળા દેશના જવાનોના સાહસને પણ વખોડી રહ્યા છે.
જયારે આંતરરાષ્ટ્રીય એજેન્સીઓ હિન્દુસ્તાનની પ્રશંસા કરે છે ત્યારે પણ આ લોકો તેઓ પાછળ પણ દંડા લઈને દોડી પડતા હોય છે.
I want to assure all the sugarcane farmers here that the government is sensitive towards their issues & is working to resolve all the problems: PM Narendra Modi at the inauguration of #EasternPeripheralExpressway in Baghpat. pic.twitter.com/TVSuX36EOm
— ANI (@ANI) May 27, 2018
હું દેશના ખેડૂતોને આશ્વાસન આપું છે કે સરકાર તેઓની સમસ્યા અંગે સંવેદનશીલ છે અને અમે આ પ્રોબ્લેમને સુધારવા માટે કામ કરી રહ્યા છે.
We have made Special courts to tackle cases of atrocities against the Dalits: PM Narendra Modi at the inauguration of #EasternPeripheralExpressway. pic.twitter.com/CFlChH59MP
— ANI (@ANI) May 27, 2018
અમારી સરકાર દ્વારા દેશના દલિત સમુદાયના એસસી અને એસટી કેસના નિકાલ માટે સ્પેશિયલ કોર્ટ બનાવી છે.
Under Yogi government, criminals have started to surrender themselves before the police: PM Modi in UP's Bagpat pic.twitter.com/TcCKeO8p6C
— ANI (@ANI) May 27, 2018
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના નેતૃત્વ હેઠળ ક્રિમીનલો આજે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરતા પહેલા પોતાની જાતે સરેન્ડર કરી રહ્યા છે.
Through 'Make in India' campaign manufacturing has received a boost, as a result, now there are 120 mobile phone manufacturing factories in India as compared to only 2, four years back:Prime Minister Narendra Modi at the inauguration of #EasternPeripheralExpressway in UP's Bagpat pic.twitter.com/iUNxS9gGxs
— ANI (@ANI) May 27, 2018
આજથી ચાર વર્ષ પહેલા દેશમાં માત્ર ૨ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ કંપની હતી જયારે આજે ૧૨૦ કંપનીઓ પોતાની પ્રોડ્કટનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે, આ બતાવે છે કે મેક ઇન ઇન્ડિયાના અભિયાન હેઠળ દેશભરમાં પ્રોત્સાહન મળ્યું છે, અને આ પરિણામે હવે આપણી સામે છે”.
કોંગ્રેસ માત્ર ષડયંત્ર રચે છે.
આજે દેશના લોકો જોઈ શકે છે કે, રાજકીય ફાયદા માટે આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ ખુલ્લેઆમ જુઠ્ઠાણાં ફેલાવે છે. તેઓ એ પણ નથી વિચારતા કે તેમના જુઠ્ઠાણાંના કારણે દેશમાં કેવા પ્રકારની અફવાઓ ફેલાઈ શકે છે. આ કેસોમાં દલિતોના ઉત્પીડનનો મામલો હોય કે અનામતની. માત્ર ખોટું બોલીને લોકોને ભ્રમિત કરીને ષડયંત્ર ફેલાવવામાં આવી રહ્યું છે.
