શુભેચ્છા/ CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, લીધા આશીર્વાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૭૯ના પ્રારંભ દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સવારે ટેલીફોનીક વાતચીત કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૭૯ના પ્રારંભ દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સવારે ટેલીફોનીક વાતચીત કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા,વડાપ્રધાનશ્રીએ વિક્રમ સંવત ૨૦૭૯ નું આ નૂતન વર્ષ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઉન્નતિમય,પ્રગતિશીલ અને વિકાસ સહ સમૃદ્ધિદાયક બને તેવી મંગલ કામનાઓ મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા વાતચીતમાં પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે અત્યારે દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં આજે વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા છે. તેઓ વહેલી સવારે જ આ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન સામે હિન્દુ નવવર્ષે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચારને લઈને સુપર એક્ટિવ છે, ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ દરેક નાગરિકની સુખાકારી માટે મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યા છે.આજે મુખ્યમંત્રી સવારે પંચદેવ મંદિરે દર્શન કરીને ગાંધીનગર નિવાસ્થાને નાગરિકોને મળશે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ  શુભેચ્છા મુલાકાત કરશે.

સંવત 2079ની શરૂઆત ગુજરાતમાં સુખાકારીરૂપ રહે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે આવ્યા હતા. અહીં વહેલી સવારે તેમણે ભગવાનના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. એટલું જ નહીં આની સાથે તેમણે રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય, પ્રગતિ, વિકાસ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આની સાથે મંદિર પરિસરમાં હાજર તમામ નાગરિકોને તેમણે નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.