Tapi News : તાપી વ્યારાના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના નિવૃત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરૂલકર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. ACBની તપાસમાં તા.1.1.2011થી તા.31.3.2018 સુધી સંતોષ પરબલકરની પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂ.2,35,59,066ની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
આરોપીએ જાહેર સેવક તરીકે મળેલી સત્તાનો દુરૂપયોગ કરી ગેરકાયદે સ્થાવર-જંગમ મિલકતોમાં રોકાણ કરીને અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આમ ઘાટલો઼ડીયામાં રહેતા સંતોષ પરૂલકર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાદમાં 13.9.2025ના રોજ સંતોષ પરૂલકરની ધરપકડ કરવામાંઆવી હતી.
