Gujarat News : દાહોદમાં હિન્દી ફિલ્મ વિરાનાને ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં લગ્ન બાદ જાન પરત ફરતી હતી ત્યારે કેટલાક શખ્સોએ શસ્ત્રો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું. આ અંગેપોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ દાહોદમા ભાટીવાડથી એક યુવકની જાન મધ્યપ્રદેશના જાલાપાડ ગઈ હતી. લગ્ન પતાવીને જાન પરત દાહોદના ભાટીવાડ ખાતે પરત આવી રહી હતી.
દરમિયાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ખાતેથી જાન પરત આવી રહી હતી. તે સમયે અંદાજે 20થી 25 જણા શસ્ત્રો સાથે અહીં આવી પહોંચ્યા હતા.
જેમાં તેમણે શસ્ત્રોની ધાક બતાવીને તેમણે જાનને અટકાવી હતી.ત્યારબાદ આ શખ્સોએ રિવોલ્વર બતાવીને કારમાં બેઠેલી દુલ્હનને ખેંચીને બહાર કાઢી હતી. બાદમાં આ શખ્સો બાઈક પર દુલ્હનનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે પોલીસને જાણ કરાતા એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલમાં પલીસ આરોપીઓની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત
આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ
આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ
