Not Set/ અમદાવાદ/ વસ્ત્રાલ ખાતે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ, લાખો લીટર પીવાના પાણીનો બગાડ

અમદાવાદ ના વસ્ત્રાલ વોર્ડના ન્યુ આર ટી ઓ થી રિંગરોડ તરફ જતા રસ્તા પર આવેલ વિનાયક પાર્ક સોસાયટી ના ગેટ ની સામે જ મેઈન પાણી ની લાઈન મા ભંગાણ પડતા પીવા ના હજારો લીટર શુધ્ધ પાણી નો બગાડ થઈ રહ્યો છે. ગત રોજ સાંજ થી જ પીવાના પાણીની લાઈનમાં  લીકેજીસ હોવા ની વાત સ્થાનિકો એ […]

Ahmedabad Gujarat

અમદાવાદ ના વસ્ત્રાલ વોર્ડના ન્યુ આર ટી ઓ થી રિંગરોડ તરફ જતા રસ્તા પર આવેલ વિનાયક પાર્ક સોસાયટી ના ગેટ ની સામે જ મેઈન પાણી ની લાઈન મા ભંગાણ પડતા પીવા ના હજારો લીટર શુધ્ધ પાણી નો બગાડ થઈ રહ્યો છે.

ગત રોજ સાંજ થી જ પીવાના પાણીની લાઈનમાં  લીકેજીસ હોવા ની વાત સ્થાનિકો એ તંત્ર ને કરી હોવા છતા તે તરફ તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનુ સામે આવી રહ્યું છે. અને સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ના અહતી.

વેડફાતા પાણી નો રેલો અડધો કિલોમીટર સુધી પહોંચ્યો હોવા છતા નજીક આવેલ AMC ની સબઝોનલ કચેરી ના તંત્ર એ  પાણી લીકેજીસ બંધ કરવાની કોઈ તજવીજ હાથ હજુ સુધી હાથ ધરવામાં આવી નથી.

આસપાસ ની અનેક સોસાયટી ઓ અને ફલેટો મા લીકેજીસ ને લઈ ને પીવા નુ પાણી અપુરતા પ્રેસરથી નહિ મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.