Not Set/ વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 4 વિકેટે બનાવ્યા 171 રન

એલિસ્ટર કુકની અણનમ 82 રનની ઇનિંગના આધારે ઇંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 4કેટ ગુમાવી 171 રન બનાવી લીધા છે. દિવસની સમાપ્તી એલિસ્ટર કુક 82 જયારે બેન સ્ટોક્સ ૨૧ રન બનાવી ક્રીઝ પર રહેલા છે. ઓવલમાં પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 59 ઓવરની રમત રમાઈ શકી હતી. જેમાં દિવસની રમત બરાબરી પર સમાપ્ત થઈ […]

Sports
Alastair Cook at Lords વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 4 વિકેટે બનાવ્યા 171 રન

એલિસ્ટર કુકની અણનમ 82 રનની ઇનિંગના આધારે ઇંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 4કેટ ગુમાવી 171 રન બનાવી લીધા છે. દિવસની સમાપ્તી એલિસ્ટર કુક 82 જયારે બેન સ્ટોક્સ ૨૧ રન બનાવી ક્રીઝ પર રહેલા છે. ઓવલમાં પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 59 ઓવરની રમત રમાઈ શકી હતી. જેમાં દિવસની રમત બરાબરી પર સમાપ્ત થઈ હતી. સાઉથ આફ્રિકાના વર્નોન ફિલાન્ડરે પેટમાં ખરાબી હોવા છતાં સારી બોલિંગ કરતા 12 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ લીધી હતી. તેને જેનિગ્સને 0 અને કેપ્ટન જો રૂટને 29 રન પર આઉટ કર્યા હતા.

Philander વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 4 વિકેટે બનાવ્યા 171 રન

 

ઇંગ્લેન્ડ માટે કાલે ત્રણ ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જેમાં ટોમ વેસ્ટલીએ 25 રન બનાવ્યા જ્યારે ડેવિડ મલાન 1 રન બનાવી આઉટ થઈ ગયા હતા. આ બંનેના સિવાય ઝડપી બોલર ટોબી રોલેન્ડ જોન્સે પણ ડેબ્યુ કર્યું હતું. મેચમાં સપૂર્ણ દિવસમાં વરસાદનું પ્રભુત્વ અવારનવાર જોવા મળ્યું હતું. સૌથી પહેલા લંચ પહેલા વરસાદ મેચમાં અવરોધ બન્યો હતો. ત્યાર બાદ ટી બ્રેક બાદ ફરીથી વરસાદ અવરોધ બન્યો હતો