#TokyoOlympic2021/ રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

રેસલિંગમાં આજે રવિકુમાર દહિયાએ ઈતિહાસ રચ્યો છે. જણાવી દઇએ કે, ટોક્યો ઓલિમ્પિકથી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Sports
રવિકુમાર
  • રેસલિંગમાં રવિકુમારે રચ્યો ઈતિહાસ
  • રવિકુમાર પહોંચ્યો રેસલિંગ ફાઈનલમાં
  • ટોકિયોમાં બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

રેસલિંગમાં આજે રવિકુમાર દહિયાએ ઈતિહાસ રચ્યો છે. જણાવી દઇએ કે, ટોક્યો ઓલિમ્પિકથી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. રેસલર રવિ કુમાર દહિયાએ સેમિફાઈનલમાં કઝાકિસ્તાનનાં નુરીસ્લામ સનાયેવને હરાવી ભારત માટે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ કરી દીધો છે.

234 21 રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

આ પણ વાંચો – Good News! / ભારત અને પાકિસ્તાન વચ્ચે જલ્દી જ રમાશે મેચ, જાણો ક્યારે

ભારતનાં રવિ કુમાર દહિયાએ જાપાનનાં ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોત્સવમાં પુરૂષોની 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં પ્રથમ સેમિફાઇનલ મેચમાં કઝાકિસ્તાનનાં સનાયેવ નુરીસ્લામનો સામનો કર્યો હતો, જ્યાં રવિ કુમારે ભારતનાં ચોથા મેડલ માટે ફાઈનલમાં જગ્યા બનાવી દીધીછે. રવિ કુમારે કઝાકિસ્તાની કુસ્તીબાજને સંપૂર્ણ મનથી ફાઇનલમાં સ્થાન આપ્યું અને ભારત માટે સિલ્વર અને ગોલ્ડ મેડલમાંથી એક મેડલ સુનિશ્ચિત કરી દીધો.

આ પણ વાંચો – Cricket Match / ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ, ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં, કુસ્તીબાજને પગ પકડવાની સ્વતંત્રતા છે અને આ જ તેને ગ્રીકો શૈલીની કુસ્તીથી અલગ બનાવે છે. સેમિફાઇનલ મેચનાં પ્રથમ 3 મિનિટનાં રાઉન્ડમાં કઝાકિસ્તાનનાં કુસ્તીબાજે પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં, જો કોઈ ખેલાડી પ્રથમ 2 મિનિટમાં ચોક્કસ પ્રતિક્રિયા બતાવતો નથી, તો તેના વિરોધીને એક પોઇન્ટ મળે છે. આ જ નિયમ હેઠળ કઝાકિસ્તાનનાં કુસ્તીબાજ સનાયેવ નુરીસ્લામે પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. જોકે, રવિ કુમાર દહિયાએ ત્રીજી મિનિટમાં નુરીસ્લામને બે-પોઇન્ટ મેળવવા બેક લિફ્ટ કરી હતી. રવિ દહિયાએ 3 મિનિટની રમત બાદ 2-1ની લીડ મેળવી હતી.

234 22 રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / બોકસર લવલીનાની સેમીફાઇનલમાં થઇ હાર, છતા રચ્યો ઇતિહાસ

જ્યારે 30 સેકન્ડનાં વિરામ બાદ બીજા હાફની શરૂઆત થઈ ત્યારે પ્રથમ દોઢ મિનિટમાં કઝાકિસ્તાન કુસ્તીબાજ નુરીસ્લામનું વર્ચસ્વ જોવા મળ્યું હતુ, જેમણે રવિ દહિયાને એેંકલ લોકમાં પકડ્યા અને 8 પોઈન્ટ મેળવીને પોઈન્ટનો તફાવત 9-2 કર્યો હતો. રવિ દહિયા માટે અહીંથી પુનરાગમન કરવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું, જ્યારે રવિને કઝાકિસ્તાનનાં કુસ્તીબાજને દંડ તરીકે બીજો પોઇન્ટ મળ્યો હતો. હવેે જોવાનુ રહેશે રવિ કુમાર ફાઈનલમાં કેવો રંગ જમાવે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…