Retirement/ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તેણે 20 વર્ષ દેશનું પ્રતિનિધત્વ કર્યું છે. તે બાળપણથી…………

Breaking News Sports

Sports News:  ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. સોશિયલ મીડિયા પર નિવૃત્તિ અંગે પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 10 જુલાઈએ લોર્ડ્સમાં રમશે.

James Anderson etches his name into history with 700th Test wicket | The  Independent

જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તેણે 20 વર્ષ દેશનું પ્રતિનિધત્વ કર્યું છે. તે બાળપણથી ક્રિકેટ રમી રહ્યો છે. હવે ઈંગ્લેન્ડ માટે રમવાનું મિસ કરીશ. આ સમય ટીમને અલવિદા કહી યુવા ખેલાડીઓને સમય આપવો જરૂરી છે. હાલમાં જેમ્સ એન્ડરસન બ્રેક પર છે. તેણે જણાવ્યું કે, વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે માત્ર મેના અંત સુધી કોઈપણ કાઉન્ટી મેચ રમી શકશે.

વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસન 700 વિકેટ લેનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો હતો. ઈંગ્લેન્ડ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ઘરઆંગણે ટેસ્ટ રમવાનું છે. 2002માં વનડે ક્રિકેટમાંથી ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by James Anderson (@jimmya9)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો

આ પણ વાંચો:નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં કરી કમાલ, ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર