cash/ રાજ્યભરમાં આંગડિયા પેઢી પર સર્ચ ઓપરેશન યથાવત

અમદાવાદમાં 12 આંગડિયા પેઢીમાં ચર્ચ, 18 કરોડ મળ્યા

Gujarat Ahmedabad

Ahmedabad News : રાજ્યના વિવિધ શહેરોમાં આંગડીયા પેઢી પર મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન અમદાવાદમાં 12 આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને 18 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. જેમાં 66 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. તે સિવાય 10 આગડિયા કર્મચારીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી.
આ સર્ચ ઓપરેશનમાં સીઆડી ક્રાઈમ, ઈન્ક્મટેક્સ વિભાગ તથા ઈડી પણ જોડયેલી છે.
અગાઉ સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરની 25 આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 15 કરોડ રોકડા તથા સોનુ કબજે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે ઈન્કમટેક્સ વિભાગની ટીમો સાથે રાખીને રાજ્યભરની આંગડીયા પેઢીઓ પર દરોડા પાડ્યા હતા.
જેમાં આ નાણાં મની લોન્ડરિંગ કે હવાલાના પૈસા હોવાની શંકાને કારણે દરોડા પાડવામાં આવ્યા હતા. તે સિવાય આ નાણાકીય વ્યવહારો બેનામી હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
આ ગેરકાયદે વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરાયા હોવાનું કહેવાય છે. જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર