Vadodara News/ વડોદરામાં વિદ્યાર્થિનીએ પ્રેમ સંબંધ છુપાવવા ઘડ્યું હુમલાનું નાટક

વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકો દ્વારા હુમલો (Vadodara Fake Attack Case) થયો હોવાનો દાવો કરનાર વિદ્યાર્થિનીએ આખી ઘટના પોતે જ રચી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સીસીટીવી અને પૂછપરછના આધારે પ્રેમ સંબંધ છુપાવવા માટે કરાયેલું નાટક બહાર લાવ્યું.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Fake Attack Case:‘હુમલા’ કેસમાં ચોંકાવનારો ખુલાસો

Vadodara News: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા નજીક વિદ્યાર્થિની (Student) પર હુમલા (Vadodara Fake Attack Case)ની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બે અજાણ્યા યુવકો દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ મારવામાં આવ્યો હોવાનો દાવો કરનાર 19 વર્ષીય યુવતીએ આખી ઘટના પોતે જ ઘડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાએ શરૂઆતમાં ભારે ચકચાર મચાવી હતી. વિદ્યાર્થિની (Student)એ પોતાના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે બે અજાણ્યા બાઈક સવારોએ તેને કંઈક પીવડાવી દીધું અને તેના પર ચપ્પાથી હુમલો (Vadodara Fake Attack Case) કર્યો છે. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

Vadodara Fake Attack Case
Vadodara Fake Attack Case

Vadodara Fake Attack Case: પ્રેમ છુપાવવા ઘડ્યું હુમલાનું નાટક!

યુવતીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં હુમલાખોરો (Vadodara Fake Attack Case)ની વિગતવાર ઓળખ આપી હતી. જોકે, પાણીગેટ પોલીસે જ્યારે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે યુવતીના નિવેદન સાથે મેળ ખાતું કોઈ દ્રશ્ય મળ્યું નહોતું. આથી પોલીસને સમગ્ર ઘટનામાં શંકા ગઈ હતી.

સઘન પૂછપરછ દરમિયાન આખરે સત્ય બહાર આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી છેલ્લા ચાર વર્ષથી પોતાના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. પરિવારને આ સંબંધની જાણ ન થાય તે માટે તેણીએ હુમલા (Vadodara Fake Attack Case)ની ખોટી સ્ટોરી તૈયાર કરી હતી.પોલીસ મુજબ, યુવતીએ ઘરેથી ફિનાઇલ લઈને નીકળી હતી અને રસ્તામાંથી ચપ્પુ પણ ખરીદ્યું હતું. બાદમાં કમ્પ્યુટર ક્લાસમાંથી નીકળ્યા પછી તેણે પોતે જ ફિનાઇલ પી અને કાકાને ફોન કરીને હુમલો થયો હોવાનું કહ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર યુવક સાથેની વાતચીત પરિવારના ધ્યાનમાં આવી જતાં યુવતી ગભરાઈ ગઈ હતી. પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જશે તેવા ડરથી તેણે આખું નાટક રચ્યું હતું.પોલીસે જણાવ્યું કે યુવતીએ શરૂઆતમાં પરિવાર અને પોલીસ બંનેને ગોળગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ તપાસ અને સીસીટીવીના આધારે આખી હકીકત બહાર આવી ગઈ છે.


આ પણ વાંચો:વડોદરામાં MS યુનિ.ની વિદ્યાર્થિનીઓને બાઈક ચાલકે ફંગોળી, માતાની વેદના: “એને જેલમાં નાખો”

આ પણ વાંચો:વડોદરામાં કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા; ટેમ્પાચાલકે વિદ્યાર્થિનીને ઉડાવતાં મોતને ભેટી

આ પણ વાંચો:વડોદરામાં MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર વિધર્મી વકીલનો બળાત્કાર, ગર્ભ રહેતા નોંધાવી ફરિયાદ