Breaking News: રાજ્યમાં કોલેજ પ્રવેશ પ્રક્રિયાને લઈને GCAS પોર્ટલ સંબંધિત મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં સરળતા રહે અને ફોર્મ ભરતી વખતે થતી ભૂલો અટકાવી શકાય તે માટે GCAS દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
GCASનો મોટો નિર્ણય!
માહિતી મુજબ, તમામ કોલેજોને વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ ભરવામાં સહાય કરવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈ ફોર્મ ભરાવતા હતા, પરંતુ તેમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવતી હતી. જેના કારણે હવે વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને મફતમાં ફોર્મ ભરી શકશે.
જીસીએએસ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ સાયબર કાફેમાં જઈને ફોર્મ ન ભરાવે અને અધિકૃત સહાય કેન્દ્ર અથવા કોલેજની મદદ લે. આ પગલાથી ખોટી માહિતી, ડોક્યુમેન્ટ અપલોડની ભૂલો અને રજીસ્ટ્રેશન સંબંધિત મુશ્કેલીઓમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. માત્ર એક જ દિવસમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જીસીએએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ, હેલ્પ ડેસ્ક પર પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો હતો. એક જ દિવસમાં આશરે 425 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો અને ટેક્નિકલ સમસ્યાઓ માટે માર્ગદર્શન મેળવ્યું હતું.શિક્ષણ વિભાગના આ નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ
