Panchmahal News: પંચમહાલના હાલોલના વાંકડીયામાં એસઓજી (SOG) નો દરોડો પડયો છે. આ દરોડામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર (Bogus Doctor) ઝડપાયો છે. પશ્ચિમ બંગાળ (West Bengal) ના શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી પાસેથી દવાઓ અને સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પંચમહાલમાં પોલીસે બોગસ ડોક્ટરોને પકડવા માટે અભિયાન આદર્યુ છે. આ અભિયાન હેઠળ આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેમને કેટલાય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોને લગતી ફરિયાદો મળતા છેવટે તેમણે તેમને પકડવા માટેનું અભિયાન શરૂ કર્યુ હતુ. પોલીસે જણાવ્યું હતું કે બોગસ ડોક્ટરોના લીધે લોકોના જાનમાલ ભયમાં મૂકાયા છે.

બોગસ ડોક્ટર (Bogus Doctor) ઝડપાયો
તેમા પણ પોલીસે પકડેલો ડોક્ટર બંગાળી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ હવે તે બંગાળી છે કે બાંગ્લાદેશી તે નક્કી કરવામાં લાગી છે. આ બનાવ બતાવે છે કે ગુજરાતમાં ગમે તે બોગસ વ્યક્તિ પોતાનું દવાખાનું ગમે તે વિસ્તારમાં શરૂ કરી દે છે. લોકો પણ તે ખરેખર ડોક્ટર છે કે નહીં તે જોયા વગર તેને ત્યાં દવા લેવા માટે લાઇનો લગાવે છે. તેના પછી કેસ બગડે તો પછી તે સિવિલ કે બીજા મોટા દવાખાનામાં રીફર કરી દેવાય છે.
તાવ અને દુઃખાવાની ગોળી લોકોને પધરાવી દેવાઈ છે, કોઈપણ પ્રકારનું પરીક્ષણ કરાતુ નથી. સામાન્ય ફી લઈને તપાસતા હોવાથી ગરીબ અને અભણ દર્દીઓની લાઇન લાગે છે. સામાન્ય બીમારી કે તાવમાં તો ઠીક છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર બીમારી હોય ત્યારે આ દર્દીઓની તકલીફ વધુ વકરે છે.

રાજ્યમાં બનાવટી ડોક્ટરોનો રાફડો
આ પહેલાં રાજ્યમાં નકલી ડોક્ટરોના કૌભાંડની તપાસમાં રાજ્યમાં 4 હજાર નકલી ડોક્ટર અને 1281 બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ નકલી ડોક્ટરો કૌભાંડના તાર સુરત નહિ પરંતુ અમદાવાદ સુધી ફેલાયેલા છે. બોગસ ડિગ્રી લઈ બોગસ ડોક્ટર ઉભા થયા છે જેમાં એક અને એકસો નહિ પરંતુ આ આંકડો હજ્જારો સુધી છે. 70 હજાર રૂપિયા આપી નકલી ડિગ્રી મેળવવાનું કૌભાંડ થતું હોવાનો ઘટસ્ફોટ થતા રાજ્યમાં વધુ એક નકલીના કારોબારનો વેપલો થઈ રહ્યો છે.

સુરત પોલીસે પકડેલા મુખ્ય સૂત્રધારોની તપાસમાં ઘટસ્ફોટ થયો કે 1281 બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે 2719 નકલી ડિગ્રી ધરાવતા ડોકટરોનો કોઈ અત્તોપતો નથી. મહત્વના બે શહેરો એવા અમદાવાદ અને સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડના ખેલ ખેલાયો છે. ડોક્ટર બનવા જરૂરી પરીક્ષા નહી પરંતુ ફક્ત 70 હજાર આપી નકલી ડિગ્રી (Fake Degree) મેળવવામાં આવે છે. રાજ્યનું એકપણ શહેર કે જિલ્લો બાકી નથી જયાં નકલી ડિગ્રી આપી ન હોય. 4 હજાર નકલી ડોકટરો ફક્ત ગુજરાતમાં છે. અને સૌથી વધુ સુરતમાં જ્યારે અમદાવાદનો બીજો નંબર છે. પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી 1281 બોગસ ડોકટરો મળ્યા. આ બોગસ ડોકટરો રાજ્યના કોઈ ખૂણે પ્રેક્ટીસ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ 1281 જેટલા નકલી તબીબ પોલીસ પકડથી દુર છે અને 2719નો કોઈ અત્તોપત્તો નથી.
આ પણ વાંચો: SOGની કાર્યવાહી: જામનગર–રાજકોટમાં 5 બોગસ ડોક્ટર ઝડપાયા
આ પણ વાંચો: નકલી ડિગ્રી કૌભાંડમાં ઘટસ્ફોટ, રાજ્યમાં 4 હજાર નકલી અને 1281 બોગસ ડોક્ટર
આ પણ વાંચો: નવસારીમાં બોગસ એલોપેથિક હોસ્પિ.ચલાવતો નટવર ઝડ્પાયો, 15 દિવસમાં 9 બોગસ ડોક્ટર
