મુંબઇ
વિશ્વમાં જાણીતી ભારતીય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ભારતના અબજોપતિ મુકેશ અંબાણી અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માને પછાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, એશિયાના 128 અબજોપતિને પછાડીને મુકેશ અંબાણી આગળ નીકળ્યા છે.દુનિયામાં મંદીની પરિસ્થિતિ વચ્ચે પણ મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થયો છે.
બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ખાસ વાત એ રહી કે એક તરફ એશિયાના 128 સૌથી ધનિકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાર અબજ ડોલરનો જંગી વધારો થયો છે.
બ્લૂમબર્ગ દ્વારા વર્ષ 2012થી રેકિંગની શરુઆત કર્યા બાદ પહેલી વખત આ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘટાડો નોધાયો છે.
બ્લૂમબર્ગની અબજોપતિની રેકિંગમાં સામેલ 40 ચીની અબજોપતિઓ પૈકી બે તૃતીયાંશની સંપત્તિમાં જોરદાર ઘટાડો થયો છે. વાંડા ગ્રૃપના વાંગ જિયાનલિનને 10.8 અબજ ડોલરનું નુકસાન થયું છે, જે એશિયામાં કોઈ પણ અબજોપતિને થયેલા નુકસાનનું તુલનામાં સૌથી વધુ છે. જેડી ડોટ કોમના સ્થાપક રિચર્ડ લિયૂને 4.8 અબજ ડોલરનું નુકસાન થયું છે.
ભારતના 23 અબજોપતિઓ 21 અબજ ડોલર ધોવાઈ ગયા છે. દુનિયા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક લક્ષ્મી મિત્તલને 5.6 અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. અર્થાત એમની કુલ સંપત્તિનું 29 ટકા નુકસાન થયું છે. ત્યારબાદ સન ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક દિલીપ સંઘવીને 4.6 અબજ ડોલરનું નુકસાન થયું છે
