Not Set/ કર્ણાટક : સીએમ ફસાયા વિવાદોમાં, હત્યારાને બેરહમીથી શુટઆઉટ કરવાનો આદેશ આપતા કેમેરામાં થયા કેદ

બેંગ્લોર કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીની એક ટેપ સામે આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાઈ ગયા છે. આ ટેપમાં તેઓ તેમની પાર્ટીના કાર્યકર્તાના હત્યાના આરોપીને બેરહમીથી મારી નાખવાના આદેશ આપી રહ્યા છે. #WATCH Karnataka CM HD Kumaraswamy caught on cam telling someone on the phone 'He(murdered JDS leader Prakash) was a good man, I don't know why […]

Top Stories India Trending Politics

બેંગ્લોર

કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીની એક ટેપ સામે આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાઈ ગયા છે. આ ટેપમાં તેઓ તેમની પાર્ટીના કાર્યકર્તાના હત્યાના આરોપીને બેરહમીથી મારી નાખવાના આદેશ આપી રહ્યા છે.

તેઓ વાત કરી રહ્યા છે તે પરથી તેવું લાગી રહ્યું છે કે તેઓ કોઈ પોલીસ અધિકારીને આદેશ આપી રહ્યા છે. આ ટેપને લઈને તેઓ વિવાદમાં ફસાઈ ગયા છે. વિડીયો કલીપમાં સીએમ બોલી રહ્યા છે કે તે સારો માણસ હતો…મને ખબર નહી તેને કેમ મારી નાખવામાં આવ્યો..તેના હત્યારાઓને બેહરમીથી શુટઆઉટમાં મારી નાખો..કોઈ સમસ્યા નથી.

આ ટેપ પર સીએમના નજીકના નેતાઓનું કેહવું છે કે હત્યાની જાણકારી મળ્યા બાદ તેઓ ઘણા દુઃખી હતા અને ગુસ્સામાં પણ હતા. ગુસ્સામાં તેઓ આવું બોલી ગયા હતા. કુમારસ્વામીએ પણ આ ટેપને લઈને આવું જ નિવેદન આપ્યું છે.

સીએમ કુમારસ્વામીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે આ મારો આદેશ નહોતો. આ કારણ ગુસ્સાનું હતું. આરોપી બે અન્ય મર્ડર કેસમાં પણ શામેલ છે. હત્યાને લીધે આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા પરંતુ ૨ જ દિવસમાં તે લોકોને બેલ મળી ગઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તે લોકોએ પ્રકાશની હત્યા કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે જનતા દળના સેક્યુલર નેતા પ્રકાશની દક્ષીણ કર્ણાટકમાં મંડ્યામાં હત્યા કરવામાં આવી હતી. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે મોટરસાઇકલ પર સવાર યુવકોએ તેમની કારનો પીછો કર્યો હતો અને રસ્તામાં જ કાર રોકી હતી. ત્યારબાદ તેમની પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલાને લીધે પ્રકાશ કારમાં જ લોહીથી લથબથ થઇ ઢળી પડ્યા હતા. પ્રકાશને જયારે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું.