Cricket Match/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ, ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આજેે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ નોટિંગહામનાં ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ સીરીઝ 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપનો જ એક ભાગ હશે.

Top Stories Sports
ભારત અને ઈંગ્લેન્ડ

આજેે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ નોટિંગહામનાં ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ સીરીઝ 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપનો જ એક ભાગ હશે. ઈંગ્લેન્ડે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો – Good News! / ભારત અને પાકિસ્તાન વચ્ચે જલ્દી જ રમાશે મેચ, જાણો ક્યારે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ (India Vs England) બુધવારથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે, જેની શરૂઆત આજે (બુધવાર) નોટિંગહામ ટેસ્ટ મેચથી થશે. ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવાની તક છે અને લગભગ દોઢ દાયકા બાદ સીરીઝનું નામ પોતાના નામે કરી શકાય છે. કોરોના મહામારી વચ્ચે, બાયોબબલમાં હાજર ટીમ ઈન્ડિયા માટે પ્લેઇંગ ઈલેવનની પસંદગી કરવી પડકારજનક હશે. ટીમ ઈન્ડિયાનાં ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ ભારત પરત ફર્યો છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા સાથે બીજા છેડે ઈનિંગની શરૂઆત કોણ કરશે તે જોવુ રસપ્રદ રહેશે. બધાની નજર આના પર ટકેલી છે. એવી સંભાવના છે કે કેએલ રાહુલ અથવા ચેતેશ્વર પૂજારા રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ

હવામાન

આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડની મેચનાં પ્રથમ દિવસે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે, જેના કારણે બાકીનાં ચાર દિવસ વરસાદની સંભાવના છે.

કેપ્ટન વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ ઉત્સાહથી ભરેલી છે. ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ પરત ફરી રહી છે, તેથી હવે તેને નવી રીતે ઈંગ્લેન્ડની ટીમનો પડકારનો સામનો કરવો પડશે. જોકે, તે એટલું સરળ પણ નથી કારણ કે ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ તાજેતરનાં ભૂતકાળમાં સારો રહ્યો નથી.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / રેસલર રવિ દહિયાની સેમિફાઇનલમાં છલાંગ, બુલ્ગારિયાનાં રેસલરને આપી માત

ભારત અને ઈંગ્લેન્ડ

બંન્ને ટીમોનું પ્લેઇંગ ઈલેવન

ઈંગ્લેન્ડ:

રોરી બર્ન્સ, ડી.સિબલી, જેક ક્રોલી, જો રૂટ (C), જોની બેયરસ્ટો, ડેન લોરેન્સ, જોસ બટલર, સેમ કરન, ઓલિ રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન

ભારત:

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (C), અજિંક્ય રહાણે, રિષભ પંત (WK), રવિદ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મેહમ્મદ સિરાજ,જસપ્રીત બુમરાહ