જમ્મુ અને કશ્મીરનાં અનંતનાગમાં આર્મીને માહિતી મળી હતી કે, અહી આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા જવાનોએ સર્ચઓપરેશન ચાલુ કરી દીધું હતું. જ્યાં ખબર મળી હતી કે ૩-4 આતંકવાદી સંતાયા છે. આતંકવાદીઓએ ફાયરીંગ કરતાં સેનાએ જવાબી ફાયરીંગ કરી હતી. જેમાં 2 આતંકવાદીના મોત થયા હતાં.

આ પહેલા શનિવારે બારામૂલાના સોપોરમાં પેટ્રોલિંગ કરી હતી. તે વખતે ચાર પોલીસકર્મીઓ IED બ્લાસ્ટમાં શહીદ થયા હતાં. આ બોમ્બબ્લાસ્ટ છોટા બજાર અને મોટા બજાર વચ્ચે કરવામાં આવ્યો હતો.

નવા વર્ષમાં અવંતીપૂરાના લીથપોરામાં સીઆરપીએફ જવાનોના કેમ્પસમાં એક ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 5 જવાનો શહીદ થયા હતાં એના થોડા જ કલાકમાં 2 આંતકવાદીને મારી નાખવામાં આવ્યાં હતાં. આ હુમલાની જિમ્મેદારી જૈશે-એ-મોહમ્મદે લીધી હતી.
