Not Set/ #DelhiAssemblyElectionResult2020/ ભાજપનાં સાપ્રદાયિક એજન્ડા સામે AAP ની મહત્વપૂર્ણ જીત

દિલ્હીની ચૂંટણી લડાઇમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર સિકંદર બનતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીનાં વલણોમાં 50 બેઠકો ઓળંગી છે, જ્યારે ભાજપ 15 નાં આંકડાને સ્પર્શતી જોવા મળી રહી છે. આમ છતાં સરકાર આમ આદમી પાર્ટીની બનતી હોવાનું લાગી રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસનાં સાંસદ અધિર રંજન ચૌધરીનું નિવેદન બહાર આવ્યું […]

Top Stories India

દિલ્હીની ચૂંટણી લડાઇમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર સિકંદર બનતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીનાં વલણોમાં 50 બેઠકો ઓળંગી છે, જ્યારે ભાજપ 15 નાં આંકડાને સ્પર્શતી જોવા મળી રહી છે. આમ છતાં સરકાર આમ આદમી પાર્ટીની બનતી હોવાનું લાગી રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસનાં સાંસદ અધિર રંજન ચૌધરીનું નિવેદન બહાર આવ્યું છે.

અધિર રંજનએ કહ્યું છે કે, બધાને ખબર હતી કે આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા પર પાછી ફરશે. તેમના પક્ષની હાર અંગે તેમણે કહ્યું હતું કે, જોકે કોંગ્રેસની હાર સારો સંદેશ નહીં આપે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાપ્રદાયિક એજન્ડા સામે આપ ની જીત મહત્વપૂર્ણ છે. અધિર રંજનએ કેજરીવાલનાં સારા પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ અગાઉ પણ, અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જો આપ વિધાનસભાની ચૂંટણીમાં જીતે છે, તો તે વિકાસનાં એજન્ડાની જીત હશે અને ભારતીય જનતા પાર્ટીની હાર સાથે સાંપ્રદાયિક એજન્ડાનો અંત આવશે. અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, ‘અમે આ ચૂંટણી અમારી તમામ શક્તિથી લડ્યા હતા. આ ચૂંટણીમાં બીજેપીએ સાપ્રદાયિક એજન્ડા ચલાવવાનાં તમામ પ્રયાસો કર્યા હતા.

વળી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ વિકાસનાં મુદ્દાઓ આગળ મૂક્યા. જો કેજરીવાલ જીતે છે તો તે વિકાસની જીત હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારી જાય છે, તો તેના સાપ્રદાયિક એજન્ડા પણ સમાપ્ત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.