Not Set/ વ્યાજાતંક/ પોલીસ કમિશનરની સુચનાની ઐસી કી તૈસી, અમદાવાદના એક વેપારીનો વ્યાજખોરના આતંકથી આત્મહત્યાનો પ્રયાસ

હજુ તો માંડ 15 અગાઉ જ અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા જાહેર નામું બહાર પાડીને વ્યાજખોર વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ દુખની વાત છે કે પોલીસ કમિશનરની સૂચનો માત્ર કાગળ પરના ગઢ જેવી સાબિત થઇ છે. હજુ પણ શહેરમાં વ્યાજખોર નો આતંક યથાવત છે. અમદાવાના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા […]

Ahmedabad Gujarat

હજુ તો માંડ 15 અગાઉ જ અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા જાહેર નામું બહાર પાડીને વ્યાજખોર વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ દુખની વાત છે કે પોલીસ કમિશનરની સૂચનો માત્ર કાગળ પરના ગઢ જેવી સાબિત થઇ છે. હજુ પણ શહેરમાં વ્યાજખોર નો આતંક યથાવત છે.

અમદાવાના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યજ્ખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને સોમવારે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલમાં તેઓ ICUમાં સારવાર હેઠળ છે.

સોમવારે સાંજે હિમાંશુએ સાંજે 5થી 6 લોકોને વોટ્સએપ કર્યા હતા. જેમાં તેમણે ધીરુભાઇ નામના વ્યક્તિને પણ મેસેજ કર્યો હતો. ધીરુભાઈએ હિમાંશુ ભાઈને ફોન કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહતો. ફરી એક મેસેજ આવ્યો હતો અને તેમાં તેમનો ફોટો હતો. જેથી તેમને કંઈક ખોટું થયુ છે તેવું લાગ્યું હતું. ત્યારબાદ તરત હિમાંશુ ભાઈનો ફોન આવ્યો હતો અને તેઓ દવા પી ગયા છે,  માફ કરજો, મારા ઘરના લોકોને સાચવજો તેમ કહ્યું હતું. હિમાંશુંભાઈ ગઈકાલે જ ધીરુભાઈને મળ્યા હતા. અને  કહ્યું હતું કે તે ત્રાસી ગયા છે. જેથી તેમણે ફરિયાદ કરવાની સલાહ આપી હતી.  ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.

વ્યાજખોર સાવધાન….!! અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ,-હવેથી જો દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલ્યું તો થશે પાસા

હિમાંશુભાઈએ દવા પી લીધી હોવાનો મેસેજ બાબુભાઇ નામના વ્યક્તિને પણ કર્યો હતો. બાબુભાઇ વટવામાં જ નોકરી કરતા હોવાથી અને નજીકમાં જ હોવાથી હિમાંશુને શોધતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હિમાંશુભાઈને કારમાં દવા પીધેલી હાલતમાં જોયા હતા અને ધીરુભાઇના કોલ પણ હિમાંશુના મોબાઇલમાં આવી રહ્યા હોવાથી તેમણે ફોન ઉપાડ્યો હતો અને હિમાંશુ દવા પીધેલી હાલતમાં હોવાનું તેમને જણાવ્યું હતું.

હિમાંશુ વરિયાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ મુકી હતી. જેમાં કહ્યું કે, ધીરુકાકાહું મારી લાઇફથી કંટાળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.