Ahmedabad News/ સુરતમાં નકલી નોટોના મોટા કૌભંડમાં વધુ એક આરોપી ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ગજેરાની કરી ધરપકડ

સુરતના કામરેજમાં નકલી કરન્સી કૌભાંડમાં ભાવેશ ગજેરાની ધરપકડ. ₹20 લાખની નકલી નોટો (Fake Currency) ફરતી કરવાના આરોપ સાથે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી, વધુ ખુલાસાની શક્યતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Fake Currency

Ahmedabad News:ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા ભાવેશ ગજેરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય ચલણી નોટોની હેરાફેરીના આ મોટા કૌભંડમાં તેની સક્રિય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ નકલી નોટો (Fake Currency) છાપવાના કાવતરામાં શરૂઆતથી જ સામેલ હતો અને મુખ્ય આરોપી પ્રદીપ ગુરુ સાથે મળીને પૂર્વ આયોજિત રીતે આ કૌભંડને અંજામ આપ્યો હતો.

ભાવેશ ગજેરાએ બજારમાં અંદાજે 20 લાખ રૂપિયાની નકલી કરન્સી ફરતી કરી હતી. તેના દ્વારા નકલી નોટો (Fake Currency) છાપવાની મશીનરી લાવવામાં પણ આર્થિક મદદ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની સક્રિય સંડોવણી હોવાના પુરાવા મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી.

બજારમાં અંદાજે 20 લાખની ફેક કરન્સી (Fake Currency) ફરતી કરાઈ 

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે, ભાવેશ ગજેરા આ કૌભંડના મુખ્ય આરોપી પ્રદીપ ગુરુના નજીકના સાથીદાર હતા. બંનેએ મળીને નકલી નોટો છાપવાનું આયોજન ઘડ્યું હતું. આરોપીએ નકલી નોટોના (Fake Currency) વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં તેને ફરતી કરી હતી.

માહિતી અનુસાર નકલી નોટો (Fake Currency) છાપવા માટેની અત્યાધુનિક મશીનરી લાવવામાં પણ ભાવેશે આર્થિક સહાય કરી હતી. આ કૌભંડના કારણે અર્થતંત્રને નુકસાન થયું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મકાન અને અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના પુરાવા ઝડપ્યા છે.

સુરતની અદાલતે આરોપી ભાવેશ ગજેરાના 6 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા છે. રીમાન્ડ દરમિયાન મોટા ઘટસ્ફોટ થઈ શકે છે અને કૌભંડમાં સામેલ અન્ય આરોપીઓના નામ પણ સામે આવી શકે છે.


આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચ ઈમારતમાં મેટ્રો ટનલથી જોખમ, લોખંડના ગર્ડર સપોર્ટ લગાવાયા

આ પણ વાંચો:સુરતમાં સોનામાં રોકાણના નામે 99 લાખની છેતરપિંડી, આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે કર્યો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ