Not Set/ ગુજરાત હાઈકોર્ટનો ભાજપને મોટો ઝટકો, 2017 ની દ્વારકા વિધાનસભાની ચૂંટણી કરી રદ્દ, પબુભા માણેકનું ધારાસભ્ય પદ જશે

ગુજરાત હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના કારણે હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જેને કારણે હવે પબુભા માણેક ધારાસભ્ય પદે નહીં રહે. તેની સાથોસાથ હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની પબુભાની માગણી પણ કોર્ટે ફગાવી દીધી છે. પબુભાની જીત સામે દ્વારકા […]

Top Stories

ગુજરાત હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના કારણે હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જેને કારણે હવે પબુભા માણેક ધારાસભ્ય પદે નહીં રહે. તેની સાથોસાથ હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની પબુભાની માગણી પણ કોર્ટે ફગાવી દીધી છે.

પબુભાની જીત સામે દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ કરેલી અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે અને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણોસર હવે દ્વારકા વિધાનસભાની ફરીથી ચૂંટણી યોજાશે.